દીઓદરમાં વિકાસના કામોની હારમાળા:
DIYODAR (BANASKANTHA)
દીઓદર સરપંચશ્રી ગીરીરાજસિંહ વાઘેલા અને તેમની ટીમ દ્વારા
દીઓદર નગરના વિકાસ માટેનું અભિયાન હાથ ધરાયું છે.
જે અંતર્ગત અંબિકાનગર, શક્તિનગર, આંબલીવાસ,, ગાયત્રીનગર, શાળા નં.રની બાજુમાં હરિઓમ નગર, લુહારવાસ, આદિ વિસ્તારો માં હાલે આર.સી.સી.રોડનું કામ ચાલી રહ્યું છે.
તેમજ દીઓદરના અનેક વિસ્તારોમાં રૂા.૩૦ લાખના પેવરબ્લોક નું કામ હાથ ધરાયું છે.
દીઓદરમાં ચેલાસરી તળાવને નવપલ્લવીત કરવા માટે રૂા.ર૪ લાખના કામનું આયોજન થયેલ છે
જેનું ટેન્ડરીંગ થઈ રહ્યું છે.
પ્રગતિનગર,તિરૂપતિનગરમાં વરસાદી પાણીના નિકાલ માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
સરપંચશ્રીએ જણાવેલ કે ખૂબજ અગત્યતા હોય તેવા કામો માટે
અમારૂ ધ્યાન દોરવામાં આવશે તો વિકાસ થાય તેવો પ્રયત્ન કરવામાં આવશે.