Gujarat News: સુરતના ડિંડોલી વિસ્તારમાં માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. નાના-નાના બાળકો રમતાં હોય ત્યારે તેમની પાસે કોઇ એક વ્યક્તિએ રહેવું કેટલું જરૂરી છે તે આ કિસ્સા પરથી ખ્યાલ આવે છે.. બનાવની વિગત કંઇક એવી છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં 5 વર્ષની બાળકીએ રમતા રમતા તમાકુમાં નાંખવાામાં આવત ચૂનાની પડીકી ખોલી હતી અને આ દરમ્યાન ચૂનો ઉડીને તેની આંખમાં ગયો હતો. આ ઘટનાને કારણે બાળકીને તાત્કાલીક હોસ્પિટલાઇઝ્ડ કરવી પડી હતી.. જ્યાં તેનું આંખનું ઓપરેશન કરવું પડ્યુ હતું.. જો કે ઓપરેશન બાદ પણ ઇન્ફેક્શ હજુ યોગ્ય રીતે ક્લિયર ન થતા બાળકીનું ફરી ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ છે.
ઘરમાંથી તમાકુ નાંખવાનો ચૂનો બાળકીના હાથમાં આવી ગયો
બાળકીનો પરિવાર મહારાષ્ટ્રનો છે.. તેના પિતા નિલેશભાઇ પાટીલ સુરતના ડિંડોલી વિસ્તારમાં પત્ની અને બે સંતાનો સાથે રહે છે. તેઓ હિરા બજારમાં કારીગર તરીકે કામ કરે છે.. ઘટનાનો ભોગ બનનાર તેમની દિકરીનું નામ લાવણ્યા છે… જે પાંચ વર્ષની છે. તેના દાદાને તમાકુની ટેવ છે. ઘરમાંથી તમાકુ નાંખવાનો ચૂનો બાળકીના હાથમાં આવી ગયો હતો અને તેણે તે ખાવા માટે ખોલ્યો હતો.. જે દરમ્યાન આ ઘટના ઘટી હતી.
ચૂનો પડતા જ તેને આંખોમાં અત્યંત પીડા થતા દર્દથી ચીસો પાડી ઉઠી
બાળકીની આંખમાં ચૂનો પડતા જ તેને આંખોમાં અત્યંત પીડા થતા જે દર્દથી ચીસો પાડી ઉઠી હતી. જે બાદ તેને માતા-પિતા દ્વારા તાત્કાલીક હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.. શરૂઆતમાં તો એવુ લાગ્યુ હતું કે આંખામાં નાંખવાના ટીપાંથી મટી જશે..પરંતુ પીડા ઓછી ન થતા આખરે ચેકઅપ કરાવ્યુ હતું.. જે બાદ આંખનુ ઓપેરશન કરવું પડશે તેવું ખાનગી હોસ્પિટલના તબીબોએ જણાવ્યુ હતું જો કે ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનનો ખર્ચો પોષાય તેમ ન હોવાથી બાળકીનું સિવિલ હોસ્પિટલમાં શનિવારે ઓપરેશન હાથ ધરાયુ હતું. જો કે તબીબોનું માનીએ તો હજુ પણ બાળકીની આંખનું વધુ એક ઓપરેશ કરવું પડી શકે છે ..
જરાપણ લાપરવાહી પડી શકે છે ભારે
આ ઘટનાએ ફરીએકવાર બાળક રમતું હોય ત્યારે તેના પ્રત્યે થોડી લાપરવાહી કેટલી ભારે પડી શકે છે તેનુ વધું એક ઉદાહરણ પુરુ પાડ્યુ છે..