Lok Sabha Election : : લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપ અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન નક્કી થઈ ગયું છે તેમજ આપએ બે બેઠક પર ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા તો આ તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ આજે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
ભાજપએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. 195 લોકસભા બેઠક માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાસણી બેઠક પરથી લડશે. તો 28 બેઠકો પર મહિલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે 34 મંત્રીઓને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે. ગુજરાતની 15 બેઠકો પર ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે
પંચમહાલ – રાજપાલ સિંહ જાદવ
પહેલી યાદીમાં કોણ કોણ દિગ્ગજો
ભાજપની પહેલી યાદીમાં પીએમ મોદી, અમિત શાહ અને રાજનાથ સહિતના દિગ્ગજોના નામ છે. પીએમ મોદી તેમની પરંપરાગત વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે તો ગૃહ મંત્રી અમિત શાહને ગાંધીનગરથી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને યુપીની લખઉન બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે.