Weather Upadate: હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 21 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપ્યું છે. એક સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. .. ચારેય ઝોનના કુલ 21 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.
કચ્છ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. મોરબી, રાજકોટ,બોટાદ, અમરેલી,ગીર સોમનાથ,ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. જેમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાનો સમાવેશ થાય છે. માવઠાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી છે.
મધ્ય ગુજરાતના ખેડા, આણંદ,વડોદરા, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છે. પંચમહાલ, દાહોદ,મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.
માવઠાની આગાહી વચ્ચે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થતાં આજથી ત્રણ દિવસ સુધી ઠંડીમાં વધારો થઇ શકે છે. ઠંડીની આગાહી સાથે આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બદલતા વાતાવરણ વચ્ચે આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનનો પારો ગગડીને 14 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.
કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરી સહિતના પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી છે. કેટલાક માર્કેટ યાર્ડોમાં તૈયાર જણસને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની ખેડૂતો અને માર્કેટ યાર્ડના સત્તાધીશોને સ્થાનિક સ્તરે સૂચના અપાઇ છે.
શિયાળો વિદાય લઇ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગરમી પણ વધી શકે છે. અલ નિનોને લીધે આ વર્ષે ઉનાળો આકરો રહેવાની ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા.. સામાન્ય કરતા ઊંચા તાપમાનથી શરૂ ઉનાળો શરૂ થશે.
કમોસમી વરસાદને સંદર્ભે આ જિલ્લામાં યલો એલર્ટ
કચ્છ,મોરબી,રાજકોટ,બોટાદ,અમરેલી,ગીરસોમનાથ,બોટાદ,ભાવનગર,સુરેન્દ્રનગર,દીવ,અમદાવાદ,પાટણ,બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા,ખેડા,આણંદ,વડોદરા,છોટા ઉદેપુર,પંચમહાલ,દાહોદ,મહીસાગર, આ જિલ્લામાં અપાયું યલો એલર્ટ
કયા જિલ્લામાં વરસાદની આગાહી ?
દેવભૂમિ દ્વારકા,પોરબંદર,જામનગર,જૂનાગઢ,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,ડાંગ,નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલી આજે વરસાદ પડી શકે છે