યુપીના ગાઝિયાબાદમાં એક મહિલાના પતિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. પતિના મૃત્યુનો આઘાત પત્ની સહન ન કરી શકી. આ આઘાતથી પત્નીએ સાતમા…યુપીના ગાઝિયાબાદમાં એક મહિલાના પતિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. પતિના મૃત્યુનો આઘાત પત્ની સહન ન કરી શકી. આ આઘાતથી પત્નીએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આ બનાવથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પત્નીના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
બે અર્થી ઉઠતા જ પરિવારજનો હીબકે ચડ્યા
જણાવી દઈએ કે, આ આખો મામલો ગાઝિયાબાદના કૌશાંબી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં વૈશાલી ચોકી સેક્ટર 3માં આવેલા એલકોન એપાર્ટમેન્ટના સાતમા માળેથી એક નવપરિણીતાએ પતિના હાર્ટ એટેકથી મોત બાદ છલાંગ લગાવી દીધી. થોડા જ કલાકોમાં એક ઘરમાંથી બે અર્થી ઉઠતા જ પરિવારજનો હીબકે ચડ્યા હતા.