રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગરમી અને ઠંડીનો અહેસાસ છે. છેલ્લા ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેથી આજથી ફરીથી તાપમાનમાં ક્રમશ: વધારો થવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે
રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી ફરી એકવાર બહાર આવી છે. આગાહી મુજબ આગામી એક સપ્તાહમાં રાજ્યભરમાં વાતાવરણ શુષ્ક રહેશે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા
ગુજરાતમાં આવતા પવનો ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી આવી રહ્યા છે. જેથી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પવનની ઝડપ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું હતું. જે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ધરાવતું શહેર હતું.