આજે ગુજરાત કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર માંગણીઓ ઓપીએસ જે જૂની પેન્સન યોજના તેમજ સાતમા પગારપંચના ભથ્થા જે છે તે માંગણીઓ સહ આજનો એક દિવસ ધરણા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ.
રાજ્ય સરકારના તમામ વિભાગના વર્ગ-૩ ના કર્મચારીઓની જુની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પડતર પ્રશ્નો ના ઉકેલની માગણી સાથે તા.ર૩ ના રોજ ગાંધીનગર ખાતે ધરણાં પર બેસલ. સરકારની નીતી સામે ધરણાં કરી વિરોધ જતાવવામાં આવેલ.
રાજ્ય સરકારના લેન્ડ રેકર્ડઝ વિભાગ આરોગ્ય તંત્ર, શિક્ષણ, રેવન્યુ, જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી સહિતના તમામ વિભાગના વર્ગ-૩ કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવા ફિક્સ પગાર યોજના જડમુળ થી અસરથી દુર કરી પુરા પગારમાં ભરતી કરવા, સને ર૦૦પ પહેલાં ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જુની પેન્શન યોજનાનો લાભ આપવા, કેન્દ્રના ધોરણે સાતમા પગારપંચના બાકી ભથ્થાં (ટીએ/ડીએ,એલટીસી, ચાર્જ એલાઉન્સ, વતન પ્રવાસ, આપવા કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ, ઘરભાડાં ચુકવવા સહીતના પડતર પ્રશ્નો અન્વયે અનેક રજુઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈજનિરાકરણ લાવવામાં આવેલ નથી.
આમારી માગણી જૂની પેન્શન યોજના અમલમાં આવે તેમાં સાતમા પગાર પંચના બધા મળે તે માટેની આ સત્યાગ્રહ છાવણીમાં એક દિવસના ઘરણાં કાર્યક્રમ રાખેલો હતો. તેમાં રાજ્ય ભરમાં થઈ કમૅચારીઓ, શિક્ષકો જોડાયેલ.