હૈદરાબાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ટુંડિયા ૧૦૮ સેવાના EMT યોગિતા પટેલ અને PILOT નાગેન્દ્રસિંહ બારડને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરાયા દાંતાના સર્પદંશના દર્દીને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઈમરજન્સી સારવાર આપી નવજીવન આપ્યું હતું
ગુજરાત સરકાર અને EMRI GHS દ્વારા ચાલતી નિ:શુલ્ક સેવા એટલે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા. જે દેશ ભરમાં મોખરે છે અને ગુજરાતમાં ૨૦૦૭ થી આ નિ:શુલ્ક સેવા કાર્યરત છે તથા અણમોલ જિંદગીઓ બચાવવામાં ૧૦૮ સેવાના કર્મચારીઓ ૨૪/૭ ખડેપગે હોય છે. ગુજરાતમાં અધતન ટેકનોલોજીથી સજજ એવી ૮૦૦ થી પણ વધારે ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે તાલીમબદ્ધ સ્ટાફ કાર્યરત છે.
ભારતમાં જે રાજ્યોમાં ૧૦૮ ની ઈમરજન્સી સેવા કાર્યરત છે તેવા રાજ્યોના શ્રેષ્ઠ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીયકક્ષાના એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ ૧૦૮ ની હેડ ઓફિસ હૈદરાબાદ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં શ્રેષ્ઠ કામગીરી માટે આ વર્ષે ગુજરાત રાજ્યમાંથી બનાસકાંઠા જિલ્લાના ટુંડિયા ૧૦૮ ના EMT યોગિતા પટેલ અને PILOT નાગેન્દ્રસિંહ બારડ ને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરાતા ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યું હતું.
ટુંડિયા લોકેશનમાં ફરજ બજાવતા EMT યોગિતા પટેલ અને PILOT નાગેન્દ્રસિંહ બારડને સરકારી હોસ્પિટલ દાંતા થી સર્પદંશના દર્દી નો કોલ મળ્યો હતો અને ત્યાં પહોચીને તાત્કાલિક દર્દી ને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ જઇને હેડ ઓફિસ સ્થગિત ડૉ. શ્રી ની સલાહ મુજબ ૯ જેટલા ASV ( એન્ટી સ્નેક વેનેમ ) ઇન્જેક્શન અને જરૂરી સારવાર આપીને દર્દી નો અણમોલ જીવ બચાવ્યો હતો અને દર્દીને નવજીવન મળ્યું હતું.
સર્પદંશનો ભોગ બનનાર દર્દીને સમયસર સારવાર આપનાર ૧૦૮ માં સ્ટાફ EMT યોગિતા પટેલ તથા PILOT નાગેન્દ્રસિંહ બારડ ને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવા માટે હૈદરાબાદ ખાતે આયોજિત કાર્યક્ર્મમાં EMRI GHS ના ચેરમેનશ્રી ડૉ. જીવીકે રેડ્ડીના હસ્તે સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ અધિકારીશ્રીઓ તથા ગુજરાત રાજ્યના સ્ટેટ હેડશ્રી જશવંત પ્રજાપતિ સહિત અન્ય રાજ્યના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાને રાષ્ટ્રીય એવોર્ડ મળતા ૧૦૮ ના કર્મચારીઓમાં હર્ષલ્લાસની લાગણી જોવા મળી હતી.