જનજાગરણ અભિયાન અંતર્ગત આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના સંયુક્ત ખેડૂત સંમેલનને સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી:
આણંદ જિલ્લાના કરમસદ ખાતે કૃષિ સુધારાઓ અંગે ભાજપાના જનજાગરણ અભિયાન અંતર્ગત આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના સંયુક્ત ખેડૂત સંમેલનને સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
આજરોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ઐતિહાસિક અને ક્રાંતિકારી કૃષિ સુધારાઓ અંગે
ભાજપાના જનજાગરણ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના કરમસદ ખાતે આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના સંયુક્ત ખેડૂત સંમેલનને સંબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર, સાંસદશ્રીઓ શ્રી દેવુંસિંહ ચૌહાણ, શ્રી મિતેશભાઇ પટેલ, શ્રીમતી ગીતાબેન રાઠવા,
વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપા પ્રમુખ સહિતના હોદ્દેદારશ્રીઓ, ભાજપા તેમજ ખેડૂત અગ્રણીશ્રીઓ તેમજ ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે ‘કહીં પે નિગાહેં કહીં પે નિશાના, ઉક્તિની જેમ
ખેડૂતોના નામે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિય સરકારને રાજકીય બદઈરાદા સાથે બદનામ કરવાનું હીન કાર્ય કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ અને દેશવિરોધી તત્ત્વો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
દેશભરના જાગૃત અને પોતાનું હિત-અહિત સમજનારા કરોડો ખેડૂતોએ ભારત બંધને જાકારો આપીને કૃષિ સુધારાઓ અંગે પોતાનું મંતવ્ય રજૂ કરી દીધું છે.
શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, એક તરફ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી(NARENDRA MODI) દેશના ખેડૂતોના વિકાસ માટે, ઉત્કર્ષ માટે, તેમની આવક બમણી કરવા માટે વિવિધ પગલાં લઇ રહ્યા છે
ત્યારે પોતાના અંગત સ્વાર્થ ખાતર કેટલીક રાજકીય પાર્ટી અને ખેડૂત વિરોધી તત્વો હવનમાં હાડકાં નાખી રહ્યા છે.
કોંગ્રેસ માટે ખેડૂતોનું હિત નહીં પણ ‘મોદી’ વિરોધ પ્રાથમિકતા છે, જ્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે દેશના ખેડૂતોનું, ગરીબોનું હિત સર્વોપરી છે.
આજે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા લોકકલ્યાણની અનેક યોજનાઓ અમલમાં છે જેનો સીધો ફાયદો નાગરિકોને મળી રહ્યો છે.
શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે (CONGRESS) ખેડૂતોને પાણી, વીજળી, ખાતર, પેદાશના યોગ્ય ભાવ ના આપ્યા, ભ્રષ્ટાચાર કરવામાં કોંગ્રેસ મસ્ત રહી, પરિણામસ્વરૂપ દેશના ખેડૂતોની દુર્દશા થઈ, અનેક ખેડૂતોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો.
ખેડૂતોને જુઠા વચનો આપી મત મેળવવા માટે મથતી કોંગ્રેસના મોઢે ખેડૂતોની વાત શોભતી નથી. શરમજનક બાબત તો એ છે, ખેડૂતો માટે કંઈ ન કરી શકનારી કોંગ્રેસ, ખેડૂતોના વિકાસની વાતમાં રોડા નાખી રહી છે.
ભૂતકાળમાં ખેડૂતોને મુક્ત બજારમાં વ્યાપાર કરવાની છૂટ આપવાની વાત કરનારી, APMC એકટમાં સુધારો કરવાની વાત કરનારી કોંગ્રેસ કેમ આજે તે સુધારાઓ સામે વાંધો ઉઠાવી રહી છે?
શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ (AMIT SHAH) , કૃષિમંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર (NARENDRASINH TOMAR) સહિત ભાજપાના સિનિયર કેન્દ્રીય નેતૃત્વએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે, એમએસપી થી ખેતપેદાશોની ખરીદી, APMCની વ્યવસ્થા ચાલુ છે અને આગળ પણ ચાલુ જ રહેશે.
કેન્દ્ર સરકાર કૃષિ સુધારાઓની બાબતમાં ખેડૂતોની કોઇપણ પ્રકારની શંકા દૂર કરી તમામ પ્રકારના વાટાઘાટો માટે તૈયાર છે, તેમ છતાંય કેટલાક લોકો ખેડૂતોનું આંદોલન પૂર્ણ ન થાય તે માટે જુઠ્ઠાણાઓ ફેલાવી આંદોલનને પ્રભાવિત કરી રહ્યા છે.
કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કે જેમાં ખેડૂતના જમીન અંગેનો કોઈ ઉલ્લેખ જ નથી, ફક્ત ઉત્પાદનના કરાર અંગેની જ વાત છે, તેમ છતાં આ બાબતે દ્વારા ખેડૂતોને ગેર માર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારને બદનામ કરવા કેટલાક તત્વો દેશમાં અસ્થિરતા, અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ તેઓ તેમના મનસૂબામાં ક્યારેય સફળ થવાના નથી.
શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે ખેડૂતોના નામે મોટી મોટી વાતો કરનારી કોંગ્રેસે 2006માં આવેલા સ્વામીનાથન આયોગની ભલામણોને આઠ વર્ષ સુધી અમલમાં કેમ ન મૂકી?
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિનાથન કમિટી દ્વારા ખેડૂતો માટે કરાયેલી ભલામણને અમલી બનાવી, ખેડૂતોને તેમની લાગતની દોઢ ગણી MSP આપી છે.
ભાજપાના શાશનમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી વિક્રમજનક ખરીદી કરવામાં આવી છે. ભાજપાના શાશનમાં વિવિધ પાકોની MSPમાં ૪૦થી ૭૦ ટકા સુધીનો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના શાસનમાં 1700 લાખ ક્વિન્ટલની ટેકાના ભાવની ખરીદી સામે ભાજપના શાસનમાં 3000 લાખ ક્વિન્ટલ જણસની ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી છે.
શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ભાજપાની સરકારો ‘હર હાથ કો કામ, હર ખેત કો પાની’ના વિચાર સાથે કાર્ય કરે છે. ભાજપા માને છે કે,
ખેડૂત સુખી તો ગામડું સુખી, ગામડું સુખી તો શહેર સુખી, ગામડા અને શહેરની પ્રગતિથી સમગ્ર રાજ્ય સુખી.
ભાજપાની સરકાર ખેડૂતોની, ગરીબોની, પીડિતોની સરકાર છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દર વર્ષે 75 હજાર કરોડથી વધુ રૂપિયા ખાતામાં જમા કરવાની યોજના કાર્યરત છે, રાજ્યમાં ત્યારે ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજે લોન આપી છે,
કેન્દ્ર અને રાજ્યની અને કૃષિલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે, ભાજપાના શાશનમાં ખેડૂત સમૃદ્ધિ તરફ અગ્રેસર બની રહ્યો છે.
રાજ્યના ખેડૂતોને ગોળીએ વીંધનારી કોંગ્રેસના નિન્મસ્તરના રાજકીય મનસૂબાઓને રાજ્યનો ખેડૂત ક્યારેય સફળ નહીં થવા દે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.
આવો,આપણે સૌ સાથે મળી ખેડૂત વિરોધી તત્વોને ખુલ્લા પાડી પોતાની જવાબદારી નિભાવીએ.