ગુજરાત મા વધુ એક સરકારી અધિકારીનું શંકાસ્પદ મૃત્યુ.બનાસકાંઠા ઘેરા શોકમાં.
Shantishram News, Gujarat
પાટણ જિલ્લાના હારીજ તાલુકા મામલતદાર વી. ઓ. પટેલે આત્મહત્યા કરી.
મળેલી માહિતી મુજબ તેમણે મામલતદાર કચેરીના ત્રીજા માળે થી પડતુ મૂકીને મોત વ્હાલું કર્યું છે.
૫૫ વર્ષના વી.ઓ.પટેલ મૂળ દિયોદર તાલુકાના લીલાધર ગામના વતની હતા.
જોકે કહેવાય છે કે હારીજના મામલતદાર વેનાજી પટેલનું શંકાસ્પદ મોત થયું છે. મામલતદાર કચેરીમાં જ અગાસીથી પટકાતા મોત થયું છે. પોલીસે મામલતદાર વેનાજી પટેલનું મોત આકસ્મિક કે આત્મહત્યા તેની તપાસ શરૂ કરી છે.
સવારે નવ વાગ્યે મામલતદાર કચેરી પરથી તેઓ પટકાયા હતા. મામલતદારના મોતથી જિલ્લા પ્રશાસન સ્તબ્ધ થઈ ગયું છે. મામલતદાર કચેરીમાં 51 શક્તિપીઠ પરિક્રમાના ભાગ રૂપે મીટીંગ રાખી હોવાથી તેઓ આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
ઘટના પગલે હારીજ પોલીસ, SDM સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. અધિકારીના મોતથી સાથી મિત્રો અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
સાણંદ નાયબ કલેકટર ડો.રાજેન્દ્ર પટેલ પછી આવો બીજો કિસ્સો છે. જે રાજ્યના વહિવટીતંત્રની તંદુરસ્તી માટે ખતરનાક બાબત હોઇ શકે છે.
વેનાજી પટેલે સરકારી નોકરીની શરૂઆત ક્લાર્ક તરીકે કરી હતી અને તેમા બઢતી મેળવી મામલતદાર ના હોદ્દા સુધી પહોંચ્યા હતા.
આ દરમિયાન તેઓએ વિજાપુર , પાટણ, ચાણસ્મા, કચ્છ, બહુચરાજી, લખપત અએમ વિવિધ જગ્યાએ વિવિધ પ્રકારની ફરજો નિભાવી હતી.
વેનાજી પટેલ ઉમદા ચારિત્ર અને સરળ સ્વભાવ ના હતા.
મળતી માહિતી મુજબ મૃતક વેનાજી પટેલ ની અંતીમ યાત્રા તેમના વતન દિયોદર તાલુકાના લીલાઘર ગામે યોજાશે.