વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતે તેના રાજ્યના શ્રદ્ધાળુઓને આરામદાયક સુવિધાઓ આપવા માટે અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવા માટે ગુજરાત સરકારે જમીન ખરીદી લીધી છે અને તેના બાંધકામ સહિત
ની કામગીરી ટૂંક સમયમાં
શરૂ થશે.
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણથી દેશ અને દુનિયાના નકશા પર આ શહેરનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. લાખો ભક્તો દેશના ખૂણે-ખૂણેથી અયોધ્યા પહોંચી રહ્યા છે. દેશના ઘણા રાજ્યોમાં સરકાર ભક્તો માટે વિશેષ ટ્રેનો ચલાવી રહી છે.
ધર્મમય ગુજરાતના લોકો મોટી સંખ્યામાં ધાર્મિક યાત્રા કરવા જતા હોય છે. ત્યારે વરસોની રાહ જોયા બાદ અયોધ્યા માં ભગવાન રામ બિરાજમાન થતાં લોકો વિશાળ સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે .
ત્યારે રાજ્યના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવા માટે જમીન ખરીદી છે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અયોધ્યામાં રામભક્તો માટે જમીન લીધી છે અને ગુજરાતીઓને સારી સુવિધા મળી રહે તે માટે નજીકના ભવિષ્યમાં સારી ઇમારત બનાવવામાં આવશે.
દેશમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા સહિત મુખ્ય શહેરોમાં ગુજરાત ભવન બનાવવામાં આવ્યું છે. જ્યાં જનાર ગુજરાતી લોકોને સસ્તા ભાવે આવાસની સુવિધા આપવામાં આવે છે.
રાજ્ય સરકારે અયોધ્યામાં ગુજરાત ભવનના નિર્માણ માટે પહેલાથી જ જમીન ખરીદી લીધી છે. હવે ભવનને તૈયાર કરવાનું કાર્ય નજીકના ભવિષ્યમાં કરવામાં આવશે, માનવામાં આવી રહ્યું છે કે જે ગતિથી રામ મંદિરનું નિર્માણ થયું છે, તે જ ગતિથી અયોધ્યામાં ગુજરાત ભવનનું નિર્માણ કાર્ય પણ પુરું કરવામાં આવશે, જેથી ત્યાં જનાર ગુજરાતી નાગરિકોને જલ્દીથી તેનો લાભ મળી શકે.