બનાસ મેડિકલ કોલેજ દ્વારા થતાં કોરોનાનો RTPCR ટેસ્ટ જીલ્લાવાસીઓ માટે આર્શીવાદરૂપ બનશે :- શંકરભાઈ ચૌધરી
બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીથી સંક્રમિત થયેલા દર્દીઓ અને કોરોના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા હાલમાં મોટા પ્રમાણમાં વધી રહી છે.
કોરોનાના સંક્રમિત અને શંકાસ્પદ દર્દીઓની સારવાર બનાસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ખાતે આપવામાં આવી રહી છે.
કોરોનાનું સચોટ નિદાન કરવા માટે RTPCR ટેસ્ટ કરવો ફરિજયાત છે.
આ ટેસ્ટ કરવાની સુવિધા પાટણ ધારપુર મેડિકલ કોલેજ કે અમદાવાદ ખાતે ઉપલબ્ધ હોવાથી બનાસકાંઠાના દર્દીઓના સેમ્પલ ધારપુર કે પાટણ મોકલવામાં આવતા હતા.
જે રિપોર્ટ નું પરિણામ આવતા બે થી ત્રણ દિવસ જેટલો સમય લાગતો હતો.
આ સમયગાળા દરમિયાન દર્દીઓની માનસિક સ્થિતિ પર તણાવમાં રહેતી હતી.
જ્યારે શંકાસ્પદ દર્દીઓમાં નેગેટીવ હોય તેઓને પણ આઇસોલેશનમાં સાથે રાખવા પડતા.
જેથી આવા દર્દીઓમાં પણ કોરોના સંક્રમણ થવાનું જોખમ વધુ રહેતું હતું.
આવી કપરી પરિસ્થિતિમા જો કોરોનાનું સચોટ નિદાન જેટલું વહેલું થાય તેમ સમયસર યોગ્ય પગલા લઈ અસરકારક સારવાર આપી શકાય.
જે બાબત ધ્યાનમાં રાખી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસ મેડિકલ કોલેજ ખાતે ઘર આંગણે કોરોનાનો RTPCR ટેસ્ટ શરૂ થાય તે દિશામાં કામ કરવાનો અતિ મહત્વનો વિચાર રજુ કરેલ હતો.
કોરોના ની મહામારીની વિકટ પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે શ્રી શંકરભાઈ ચૌધરીએ રજૂ કરેલ અતિ મહત્વના વિચારને ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટે વધાવી લીધો.
બનાસ મેડિકલ કોલેજ ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે કોરોનાના RTPCR ટેસ્ટ માટે લેબ પ્રસ્થાપિત કરવામાં આવી છે.
આ RTPCR લેબ માટેની ભારત અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની જરૂરી મંજૂરીઓ અને NABLનું પ્રમાણપત્ર મેળવીને કોરોનાનો RTPCR ટેસ્ટ શરૂ કરાયા છે.
અત્યંત ટૂંકા સમયગાળામાં ઘર આંગણે બનાસ મેડિકલ કોલેજ દ્વારા કોરોનાનો RTPCR ટેસ્ટ શરૂ કરાયો તે આપણાં માટે ગૌરવની વાત છે.
આ ટેસ્ટની સુવિધા બનાસ મેડિકલ કોલેજ ખાતે ઉભી થતા બનાસકાંઠા જિલ્લા અને આજુબાજુના વિસ્તારના દર્દીઓના RTPCR ટેસ્ટ માટેના સેમ્પલો મોરીયા ખાતે આવવા લાગ્યા છે.
હાલમાં રોજના 300 જેટલા સેમ્પલ આવે છે.
બનાસ મેડિકલ કોલેજ ખાતે રોજના 500 સેમ્પલના ટેસ્ટ થઈ શકે તેટલી ક્ષમતા આ RTPCR લેબ ધરાવે છે.
કોરોના મહામારીને સમયમાં બનાસ મેડીકલ કોલેજમાં શરૂ થયેલી આ સેવા જિલ્લાના અનેક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
*”કોરોના મહામારી સમયે ટેસ્ટિંગ સૌથી મોટું હથિયાર છે.
ટેસ્ટિંગ દ્વારા જ વ્યક્તિઓને યોગ્ય સારવાર તેમજ કોરોના સંક્રમિત વ્યક્તિની ઓળખ થઇ શકે છે.
જેથી કોરોના સંક્રમણ અટકે અને સંક્રમિત લોકોને યોગ્ય સારવાર આપી શકાય.
બનાસ મેડિકલ કોલેજ દ્વારા જીલ્લાના જનહિત માટે RTPCR ટેસ્ટિંગ લેબ શરૂ કરવામાં આવી છે.
જે મહામારીના કપરા સમયમાં જિલ્લાવાસીઓ માટે સંકટમોચન બનશે :- શંકરભાઈ ચૌધરી (ચેરમેન, બનાસ ડેરી)”
*”કોરોના ના RTPCR લેબ ટેસ્ટિંગ માટે પહેલા ધારપુર તેમજ અમદાવાદની ટેસ્ટિંગ લેબ પર બનાસકાંઠા જિલ્લાએ આધાર રાખવો પડતો હતું.
પરંતુ હવે બનાસ મેડીકલ કોલેજ ખાતે જ ટેસ્ટિંગ લેબ શરૂ થઈ ગઈ છે.
જેથી ટેસ્ટિંગ ની પ્રક્રિયા ઝડપી બની છે.
આ RTPCR લેબના પરિણામે રિપોર્ટ ઝડપી મળશે.
જેનો સીધો ફાયદો કોરોના સંક્રમિત લોકોની થશે :-
ડૉ. મનીષ ફેન્સી (જીલ્લા આરોગ્ય અધિકારી, બનાસકાંઠા)”*
Banas Medaical Collage, Banaskantha, Shankarbhai Chaudhari, Palanpur, Jilla Aarogya Officer, Covid-19, RTPCR TEST.