ફ્રાન્સે (France) પાકિસ્તાન (Pakistan)ની મદદ કરવાની ઘસીને ના પાડી દીધી છે.
એક રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાને પોતાના મિરાજ ફાઇટર જેટ (Mirage Fighter Jets), એર ડિફેન્સ સિસ્ટમ (Defense System) અને અગોસ્ટા 90B સબરમરીનને અપગ્રેડ કરવા માટે મદદ માંગી હતી,
પરંતુ ફ્રાન્સે આ અનુરોધને ફગાવી દીધો છે.
અનેક જાણકારોનું માનવું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને (Imran Khan) ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈન્યુએલ મૈક્રોં (Emmanuel Macron)ના પયગમ્બર મોહમ્મદના કાર્ટૂનોના સમર્થન આપવાની ટીકા કરી હતી,
જેના કારણે ફ્રાન્સે આ પગલું ઉઠાવ્યું છે.
કતારને પણ ફ્રાન્સે આપ્યા સ્પષ્ટ નિર્દેશ
ફ્રાન્સે કતારને પણ કહ્યું છે કે તે પાકિસ્તાની મૂળના ટેક્નિશિયન્સને પોતાના ફાઇટર જેટ પર કામ ના કરવા દે,
કેમકે તેઓ ફાઇટર જેટ વિશે ટેકનિકલ જાણકારી પાકિસ્તાનને લીક કરી શકે છે.
આ ફાઇટર જેટ ભારતની ડિફેન્સની સૌથી મોટી કડી છે. પાકિસ્તાન ભૂતકાળમાં પણ સંવેદનશીલ જાણકારીઓ ચીનની સાથે શેર કરતુ રહ્યું છે.
ફ્રાન્સે પાકિસ્તાની શરણાર્થીઓના અનુરોધને લઇને પણ સખ્ત સમીક્ષા કરવાનું શરૂ કર્યું છે.
સપ્ટેમ્બર મહિનામાં 18 વર્ષના પાકિસ્તાની મૂળના અલી હસને શાર્લી હેબ્દો નામના ફ્રાન્સના મેગેઝિનની ઑફિસ બહાર હુમલો કરી દીધો હતો. તેના પિતા પાકિસ્તાનમાં રહે છે.
હર્ષવર્ધન શ્રૃંગલાને આપ્યો હતો ભરોસો
તેમણે એક ન્યૂઝ ચેનલને કહ્યું હતુ કે, તેમના દીકરાએ ઘણું જ શાનદાર કામ કર્યું છે અને તેઓ હુમલાને લઇને ઘણા ખુશ છે.
શાર્લી હેબ્દોમાં જ પયગમ્બર મોહમ્મદના કાર્ટૂન છપાયા હતા.
ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જ્યારે 29 ઑક્ટોબરના ફ્રાન્સનો પ્રવાસ કર્યો હતો ત્યારે ફ્રાન્સની સરકારે તેમને આ નિર્ણયની જાણકારી આપી હતી.
ફ્રાન્સે શ્રૃંગલાને ભરોસો આપ્યો હતો કે તે પોતાના વ્યૂહાત્મક ભાગીદારોના સુરક્ષા હિતોને લઇને ઘણું જ સંવેદનશીલ છે અને તેણે ભારત માટે સંભવિત ખતરાને જોતા પાકિસ્તાની મૂળના ટેક્નિશિનયનને રાફેલ ફાઇટર જેટથી દૂર રાખવા માટે કહ્યું છે.
મિરાજ ફાઇટર જેટને અપગ્રેડ કરવાની ઑફર પણ ઠુકરાવી:-
ફ્રાન્સની સરકારે પાકિસ્તાનના મિરાજ-3 અને મિરાજ-5 ફાઇટર જેટને પણ અપગ્રેડ ના કરવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય પાકિસ્તાની વાયુસેના માટે કોઈ મોટા ઝાટકાથી ઓછો નથી,
કેમકે તેની પાસે ફ્રેન્ચ ફર્મ દસોલ્ટ એવિએશનના 150 મિરાજ ફાઇટર જેટ છે. આમાંથી અડધા જ કામ કરે છે.