ભારતભર ના શ્ર્વેતાંબર જૈન સમાજ ના ત્રીજા નંબર ના સહુ થી મોટા એવા વાગડ સમુદાય ના ગરછાધિપતી ૮૦૦ થી વધુ સાધુ – સાધ્વિજી ભગવંતો ના નાયક એવા
મધુરભાષી સહજ સ્વભાવી શ્રી કલાપ્રભસૂરીશ્ર્વરજી એ આજે ” કાળધર્મ ” ને સ્વીકારી અનંતલોકે પ્રયાણ કર્યુ ….
મુળ મારવાડ ફલોદી ના રત્ન અને કરછવાગડ ના મહારત્ન એવા શ્રી પૂજ્ય કલાપ્રભસૂરી એ માત્ર ૧૧ વર્ષ ની કિશોર વયે દિક્ષા ગ્રહણ કરી ઉતમોઉતમ ચારિત્ર્યધર્મ નું નિર્વહન કરીને .
લગભગ ૭૦ થી વધુ વર્ષ ની ઉંમરે આજ રોજ કાળધર્મ પામ્યા .
પુજ્ય શ્રી માત્ર સાધુ હતા અને આદર પામે તેવુ વ્યક્તિત્વ ના હતુ પણ તેમને મળનાર ને સ્વયં પુજ્યભાવ ઉત્પન થાય તેવુ સરળ ઉતમ નહીં પણ ઉતમોતમ વ્યક્તિત્વ હતુ …
પરમપુજ્ય અધ્યાત્મયોગી શ્રીમદ્ વિજય કલાપુર્ણસુરીશ્ર્વરજી ની પાટ પરંપરા ને સંભાળીજ ના હતી પરંતુ દિપાવી હતી તેમાં તેજસ્વિતા નો તેજ લિસોટો પાડ્યો હતો …
ભુકંપ બાદ ના તહસ નહસ થયેલા કરછ વાગડ માં ગામડે ગામડે ફરી અનેક જિનાલયો – ઉપાશ્રયો અને સામાજીક પ્રતિષ્ઠાનો ને પુનઃ ઉભા કરવા અને નવા બનાવવા માં તેમનુ મહાન પુણ્ય અને સહજતા થી સહુ ને સાથે રાખવા ની સહજ શૈલી સદાય વંદનીય હતી.
જૈન શાશન ના ઇતીહાસ માં છેલ્લી બે થી ત્રણ શતાબ્દીઓ ના લેખા જોખા કરવા માં આવે તો ભુકંપ પછીના છેલ્લા ૨૦ વર્ષ ના ટુંકા ગાળા માં શાશન પ્રભાવના ના આટલા ઉત્કૃષ્ઠ કાર્યો બહુ ઓછા મહાપુજ્યો ના હાથે થયા હશે તેમાં પુજ્ય કલાપ્રભસૂરીશ્ર્વરજી પ્રથમ પંક્તિમાં હશે .
તેમની ઉપસ્થીતી અને પુણ્યબળ થી કોઇ પણ સદકાર્ય માં ઉપજ કે ફંડ જોઇએ તેના કરતા હંમેશા વધુ જ થતુ હતુ સાથે સાથે દરેક પ્રસંગ કોઇ પણ જાત ની ઇગો અહમ ની ટકરાઈ વગર રંગેચંગે પાર પડતો …
તેઓ ઇરછત તો અનેક ચાતુર્માસ મુંબઇ – સુરત – અમદાવાદ જેવા મહાનગરો માં કરી શકત પણ વાગડ ને પુનઃ ઉભુકરવા ની નેમ સાથે નાના નાના ગામડા માં ચાતુર્માસ કર્યા – ક્યારેય શિષ્યો બનાવવાવનો કે ભક્તો બનાવવા નો જરા પણ વિશેષ પ્રયાસ નથી કર્યો પરંતુ સદાય તેમના પુણ્ય તે જતા ત્યાં ત્યારે નંદન વન બની જતુ …
તેમના અમાપ અગીણત ગુણો અને સહજ જીવન સદાય પ્રેરણા આપતુ રહેશે …
આજના તેઓ શ્રી ના સ્વર્ગલોક ગમને ભાવભીની વંદના …