ભારતના માહિતી કમિશનર તરીકે નિમાયેલા વરિષ્ઠ પત્રકાર શ્રી ઉદયભાઇ માહૂરકરનું ગુજરાત મીડિયા ક્લબ અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા જાહેર અભિવાદન ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણી દ્વ્રારા કરવામાં આવ્યું હતું.
ભારત જેવી દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં લોકશાહીના મૂલ્યોને જીવંત રાખવા માટે માહિતી આયોગ જેવા સંસ્થાઓ ખૂબ અગત્યની છે.
આવી મહત્વની સંસ્થામાં પત્રકાર તરીકે અને તે પણ ગુજરાતમાંથી સૌ પ્રથમ વખત શ્રી ઉદયભાઇ માહૂરકર જઈ રહ્યા છે તે આપણા સૌ માટે ગૌરવની ઘટના છે.
ઉદયભાઇએ આદર્શ અને પ્રતિબદ્ધતા સાથે પત્રકારત્વમાં કાર્ય કર્યું છે.
ભારતની સંસ્કૃતિ, પરંપરા, દેશની મૂળ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે રિપોર્ટિંગ કર્યું છે અને તે દ્વારા તેમણે પત્રકારત્વમાં અલગ ચીલો ચાતર્યો છે
CM OFFICE GUJARAT, VIJAY RUPANI, MAHITI COMMISSIONER, INDIA, LIONS CLUB INTERNATIONAL