22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ માટે દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની તમામ ઓફિસોમાં અડધો દિવસની રજા રહેશે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહના હવાલાથી કહ્યું કે, કેન્દ્ર સરકારની તમામ ઓફિસો 22 જાન્યુઆરીએ અડધો દિવસ બંધ લેશે. આ નિર્ણય અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કરવામાં આવ્યો છે 22 જાન્યુઆરી સોમવારે કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં બપોરે 2.30 કલાક સુધી રજા રહેશે. ત્યારબાદ તમામ સરકારી કચેરીઓ પોતાનું કામકાજ કરશે.
22 જાન્યુઆરીના અનેક રાજ્યોની સરકારે જાહેર રજા જાહેર કરી છે. આ વચ્ચે એક કેન્દ્ર સરકાર ના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રામ મંદિરને લઈને પ્રજાના ઉત્સાહને જોવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે