રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કાર્યકરો ભાજપમાં જોડાયા
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમા રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 2000 થી વધારે કાર્યકર્તાઓ, જીલ્લા/તાલુકા પંચાયતના સભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ તેમજ વિધાનસભા ચૂંટણીના પૂર્વ ઉમેદવારો, સહકાર ક્ષેત્રના અગ્રણીઓ, પૂર્વ કોર્પોરેટરઓ સહિત વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના અર્જુનભાઈ ખાટરીયા, જીલ્લા પંચાયત સદસ્યઓ શારદાબેન ધડુક, મિરાબેન ભાલોડીયા ગીતાબેન રણજીતભાઈ ચાવડા, ગીતાબેન ચૌહાણ, કોટાણી APMC માર્કેટના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, વાઇસ ચેરમેન બાબુભાઇ સાવલિયા, જીલ્લા દૂધ ઉત્પાદકસંઘના ડિરેક્ટર સુરેશભાઇ લુણાગરીયા સહિત સહકારી ક્ષેત્રના આગેવાનઓ, ઉપપ્રમુખ મહિલા અને બાલ સંગઠન દિલ્લી મીનાબેન ઠાકર, જીલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ કિશોરસિંહ જાડેજા સહિત કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ સંબોધન કરતાં જણાવ્યુ કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ જ્યારે દુનિયામાં સૌથી આગળ નીકળવાના પ્રયત્નમાં છે ત્યારે તેમના હાથ મજબૂત કરવા માટે આપ સૌએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયને હું આવકારું છું. આપના દ્વારા અને આપની સાથે મળીને ગુજરાત અને સમગ્ર દેશને મજબૂત કરવામાં મોદી સાહેબને ખૂબ મદદરૂપ થઈએ તેવો પ્રયત્ન કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચાર અલગ અલગ સેક્ટરમાં કામ કરવાનો સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું છે કે આ દેશનો યુવાન જેની જવાબદારી મોદી સાહેબે લીધી છે અને સંકલ્પ બદ્ધ થયા છે કે તેમના માટે કામ કરશે. આ દેશની મહિલા બહેનોને સુરક્ષિત કરવી તેમણે આર્થિક પગભર કરવી અને તેમના અધિકારો આપવા માટે મોદી સાહેબ સંકલ્પ બદ્ધ છે.
વધુમાં જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની બહેનોને 50 ટકા રિઝર્વેશન આપીને તાલુકા/જીલ્લા પંચાયતમાં, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ અધિકાર અપાવ્યો હતો અને પ્રધાનમંત્રી બન્યા પછી પહેલીવાર કોઈએ બહેનો માટે 33 ટકા બહેનો લોકસભા, વિધાનસભામાં હોવી જોઈએ તેનો નિર્ણય મોદી કર્યો છે. આદરણીય મોદી સાહેબે ખેડૂતોની ચિંતા કરી અને તેમના હિતમાં નિર્ણયો કર્યા છે.
આ દેશનો ખેડૂત જેને આપણે જગતનો તાત કહીએ છીએ એ લાચાર સ્થિતિમાં ના હોવો જોઈએ તેને પોતાના અધિકારો પ્રાપ્ત કરવા માટે કોઈ અરજી નહીં કરવી પડે તે પ્રકારની યોજનાઓ દ્વારા ખેડૂત ભાઈ બહેનોની આવક બમણી કરવા માટેનો જે નિર્ધાર છે તેને સફળતા પૂર્વક અમલ કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખેડૂતોના ખાતામાં વર્ષે 6 હજાર રૂપિયા કોઈપણ દલાલ કે વચોટિયા વગર સીધા ખાતામાં પહોંચાડવાનું કામ કર્યું છે.
પાટીલએ વધુમાં જણાવ્યુ કે, જે કોંગ્રેસ જાતિના ભાગલા પાડતી, જે કોંગ્રેસ ભાષાના ભાગલા પાડતી અને રાજ કરતી હતી તે આજે નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાતિવાદને નાબૂદ કર્યો છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચાર વ્યાખ્યા કરી ગરીબ, કિસાન, મહિલા, યુવા એમ ચારેય સેક્ટરને મજબૂત કરવાનું કામ કર્યું છે. વિશ્વકર્મા યોજના દ્વારા જેમાં ક્યારેય કોઈએ ધ્યાન નથી આપ્યું તેના માટે પણ કામ કર્યુ છે. દેશના માછીમાર ભાઈઓને વિવિધ યોજનાઓ દ્વારા મદદરૂપ થવાનું કામ કર્યું છે. આપ સૌ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બધી જ યોજનાઓમાં વિશ્વાસ રાખીને અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જ્યારે આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ આપની સાથે જોડાઈને આપણે ગુજરાતને વધુ ઝડપમાં પ્રગતિ કરવામાં સંકલ્પબધ છીએ. આપણાં ગુજરાત દ્વારા આ દેશનો વિકાસ થાય તેવું સૂત્ર મોદી એ આપ્યું છે તેને આપણે સાર્થક કરીએ.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષો ડૉ.ભરતભાઇ બોઘરા, જયંતિભાઈ કવાડીયા, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, માન.મંત્રીઓ મુકેશભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા, કુવરજીભાઈ બાવળીયા, ધારાસભ્યઓ જયેશભાઈ રાદડીયા, જગદીશભાઇ મકવાણા, કેતનભાઈ ઇનામદાર, પૂર્વ મંત્રીશ્રી બ્રીજેશભાઈ મેરજા, હિમાંશુભાઈ પટેલ, રાજકોટ જીલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, રાજકોટ જીલ્લા પ્રભારી ધવલભાઈ દવે, વડોદરા પ્રમુખ સતિષભાઇ નિશાળિયા સહિત પ્રદેશ પદાધિકારીઓ, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.