ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ઈ-ચલણ પણ ન ભરનારા વાહન ચાલકોને ચેતી જવાની જરૂર છે, કારણ કે સરકાર દ્વારા શરૂ કરાયેલા નવા પ્રોજેક્ટ હેઠળ આવા ચાલકોને કોર્ટમાં અને જેલમાં પણ જવું પડી શકે છે.
સૌથી મહત્વની બાબત એ છે કે, રાજ્યભરના RTO તંત્ર સાથે ટ્રાફિક પોલીસના સંકલનથી વાહનના નંબર પરથી જ તેના માલિક અંગેની જાણકારી પોલીસને તરત જ મળી જશે. આ માહિતી આધારે સ્થળ દંડ અથવા ચલણનો ઓપ્શન વાહનચાલકને મળશે. જે ચલણ અપાશે તેના દંડના પૈસા 90 દિવસમાં ભરવામાં નહીં આવે તો વાહન માલિકે કોર્ટ કાર્યવાહીનો સામનો કરવો પડશે.
નો પાર્કિંગ ઝોનમાંથી પકડાશે તો આ એપ્લિકેશનની મદદથી રૂ.1 હજારના દંડનું ઈ- ચલણ મોકલારો. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં વન નેશન વન ચલણના ભાગરૂપે ઈ-ચલાન મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ અધિકારી, કર્મચારીઓ સ્થળ પર જ ઈ-ચલાન મોબાઈલ એપ્લિકેશનથી નિયમોનું ઉલ્લંઘન કરનારાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઈ- ચલણ એસએમએસથી મોકલશે. વાહનચાલક સ્થળ પર જ રોકડ ચૂકવી શકે અથવા તો ઓનલાઈન https:///echallan.parivahan gov.in/ પર પણ કરી શકશે.