બિગ બીએ અયોધ્યાના 7 સ્ટાર પ્રોજેક્ટ ધ સરયુ પાસેથી કરોડોની કિંમતનો એક પ્લોટ ખરીદ્યો છે. આ પ્લોટ સરયુ નદી પાસે આવેલો છે. તેનુ કન્સ્ટ્રક્શનનું કામ મુંબઈ બેઝ્ડ ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢાને આપવામાં આવ્યુ છે.પ્રોજેક્ટનું આ સ્થળ રામ જન્મભૂમિ મંદિરથી માત્ર 15 મિનિટના અંતરે છે.
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ રામમય બનવા તૈયાર થઈ ગયા છે. મળતી જાણકારી અનુસાર બિગ બીએ અયોધ્યામાં કરોડોની કિંમતનો એક પ્લોટ ખરીદ્યો છે. જ્યાં તેઓ તેમના માટે એક આશિયાના બનાવવાનું વિચારી રહ્યા છે. બચ્ચન એકમાત્ર એવા સ્ટાર છે જેમણે અયોધ્યામાં જમીનમાં રોકાણ કરવાનુ વિચાર્યુ છે. જો કે તેમનો સ્પિરિચ્યુઅલ ઈન્ટરેસ્ટ જોઈને તેમના ફેન્સ ઘણા ખુશ છે.
અયોધ્યામાં ઘર બનાવશે બીગ બી
અયોધ્યા હવે ગ્લોબલ સ્પિરિચ્યુઅલ કેપિટલ નામથી ઓળખાવા લાગ્યુ છે. ત્યાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થવાનો છે. એવામાં અયોધ્યાનો વિકાસ પણ બહુ ઝડપથી થઈ રહ્યો છે. અનેક નવા પ્રોજેક્ટ્સનુ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યુ છે. જ્યાં જુઓ ત્યાં રામ નામનો જાપ થઈ રહ્યો છે. ત્યારે હવે બિગ બી પણ રામ ધુનમાં મગન થવા માટે તૈયાર થઈ ગયા છે.
બીગ બી એ અયોધ્યાના 7 સ્ટાર પ્રોજેક્ટ ‘ધ સરયુ’માં એક પ્લોટ ખરીદ્યો છે. જે સરયુ નદીની પાસે આવેલો છે. તેનુ કન્સ્ટ્રક્શનનું કામ મુંબઈ બેસ્ડ ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢાને આપવામાં આવ્યુ છે. આ પ્રોજેક્ટ રામ જન્મભૂમિ મંદિરથી માત્ર 15 મિનિટના અંતરે છે. મળતી જાણકારી અનુસાર બિગ બીએ 10 હજાર સ્કવેર ફીટ જમીન ખરીદી છે. જેની કિંમત 14.5 કરોડ રૂપિયા છે.
બિલ્ડર સાથેની વાતચીતમાં બિગ બીએ જણાવ્યુ હતુ કે તેઓ અયોધ્યામાં એક ઘર બનાવવા ઈચ્છે છે. અમિતાભે જણાવ્યુ કે હું ધ સરયુ માટે ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા સાથે આ યાત્રાને શરૂ કરવા માટે ઘણો ઉત્સુક છુ. એક એવુ શહેર જેના માટે મારા હ્રદયમાં વિશેષ સ્થાન છે. અયોધ્યાની શાશ્વત આદ્યાત્મિક્તા અને સાંસ્કૃતિક સમૃદ્ધિએ ભૌગોલિક સીમાઓથી આગળ વધીને એક ભાવનાત્મક સંબંધ બનાવ્યો છે. આ અયોધ્યાની યાત્રામાં એક હાર્દિક યાત્રાની શરૂઆત છે. જ્યાં પરંપરા અને આધુનિક્તા મૂળ સ્વરૂપે સહ અસ્તિત્વમાં થઈને એક ભાવનાત્મક ટેપેસ્ટ્રીનું નિર્માણ કરે છે. જે મારી સાથે જોડાયેલી છે. હું વૈશ્વિક આદ્યાત્મિક રાજધાનીમાં પોતાનુ ઘર બનાવવા આશાવાદી છુ.
કંપનીના ચેરમેન એ પણ આ પળને તેમની કંપની માટે એક માઈલસ્ટોન મોમેન્ટ ગણાવી. તેમણે કહ્યુ કે અમને ઘણા ખુશ છીએ અને અમિતાભ બચ્ચનને ધ સરયુના પ્રથમ સિટિઝન બનવા માટે વેલકમ કરીએ છીએ. અહીંથી અયોધ્યા ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પણ માત્ર અડધા કલાકના અંતરે છે.
મહત્વપૂર્ણ છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થનારા ભવ્યાતિભવ્ય ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા અમિતાભ બચ્ચને આમંત્રિત કરવામાં આવ્યા છે. સાથે જ રજનીકાંત, રણબીરકપુર, આલિયા ભટ્ટ, રામચરણ, દીપિકા ચીખલિયા, અરૂણ ગોવિલ, સુનિલ લાહિરી, કંગના રણૌતને પણ નિમંત્રણ આપવામાં આવ્યુ છે.