જેસલમેરમાં ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવી રહેલા પીએમ મોદીએ સેનાની ટેન્ક પર સવાર થયા હતા અને તેમણે ટેન્ક પર ઉભા રહીને મુસાફરી પણ કરી હતી.
આ દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાન અને ચીનનુ નામ લીધા વગર તેમના પર પ્રહારો કર્યા હતા અને કહ્યુ હતુ કે, વિસ્તારવાદ જુની પુરાણી વિચારધારા છે અને તેમાં એવી માનસિક વિકૃતિની ઝલક જોવા મળે છે જેનાથી આખી દુનિયા પરેશાન છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આમ તો ભારત સમજણપૂર્વક અને બીજાને સમજાવીને આગળ વધવામાં વિશ્વાસ ધરાવે છે પણ કોઈએ જો ભારતને અજમાવવાની કોશિશ કરી તો જડબાતોડ જવાબ મળશે.આજે દુનિયા જાણી રહી છે કે, ભારત પોતાના હિત સાથે કોઈ પણ પ્રકારનુ સમાધાન નહીં કરે.
તેમણે કહ્યુ હતુ કે, આજે ભારતનુ કદ, રુઆબ અને તાકાત છે તે ભારતીય સેનાના સૈનિકોના પરાક્રમના કારણે છે.આજે ભારત પોતાના સૈનિકોના કારણે વૈશ્વિક સ્તરે પોતાની વાત મજૂબતાઈથી મુકી શકે છે.આપણને ઈતિહાસમાંથી જાણવા મળ્યુ છે કે, જે રાષ્ટ્રો પાસે આક્રમણ કરનારાઓનો મુકાબલો કરવાની ક્ષમતા છે તે જ દેશો આગળ વધ્યા છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આંતરરાષ્ટ્રિય સ્તરે ભલે દેશો વચ્ચેનો સહયોગ વધ્યો હોય પણ આપણે ભૂલવુ ના જોઈએ કે સુરક્ષા માટે આપણે સતર્ક રહેવુ પડશે અને સુખી રહેવા માટે સજાગ રહેવુ પડશે
Narendra Modi, Jesalmer, India, Border, China, Pakistan, Indian Armi