અમિત શાહની દિયોદર મુલાકાત કેન્સલ
દિયોદર બનાસ ડેરી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે પશુપાલકો અને ખેડુતોના કલ્યાણ અર્થે સહકારથી સમૃદ્ધની પરિકલ્પનાને સાકાર કરવા માટેના પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરવાના હતા પરંતુ અંગત કારણોસર અમિત શાહ આજે દિયોદર ખાતે નહીં આવે.
દિયોદર બનાસ ડેરી ખાતે ભારે ધામધૂમથી લોકાર્પણ તેમજ તેમજ સહકારી સંસ્થાઓના અનેક પ્રકલ્પો ખુલ્લા મુકવાના હતા જેને લઈને મોટા પાયે કાર્યક્રમનું આયોજન થયેલ.
દિયોદર ખાતે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે તેવું જાણવા મળેલ.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પશુપાલકો અને ખેડુતોના કલ્યાણ અર્થે સહકારથી સમૃદ્ધની પરિકલ્પનાને સાકાર કરવા માટેના પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરશે…
આજના ખેડૂત અને સહકારના આ સંમેલન માટે ગામેગામ થી સહકારી આગેવાનો તેમજ ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહેવાના છે.
બનાસ ડેરી ચેરમેન અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ની યજમાની માં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
બનાસકાંઠાની અને પંચમહાલ સહકારી મંડળીઓનુ થશે કો-ઓર્ડીનેશન…
બધીજ સહકારી સંસ્થાઓના કોઓર્ડીનેશનની શરૂઆત બનાસકાંઠાથી થશે…
દેશના નાણાં દેશમાં અને ખેડૂતોના નાણાં ખેડૂતો પાસેજ રહે તેવું મોડલ તૈયાર થશે…
બનાસ ડેરી અને બનાસ બેંક ના કોઓર્ડીનેશન થી ખેડૂતો અને પશુપાલકો ને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડી એક અનોખો આયોજન કરવામાં આવેલ છે
મળતી માહિતી મુજબ આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ઉપર સ્થિતિમાં યોજનાર કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે