- ધનકક્ષ્મી બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને ESAF સ્મોલ ફાઇનાન્સ બેંકનો સમાવેશ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકિંગ નિયમોનું પાલન ન કરવા બદલ 3 બેંકો પર દંડ કરવામાં આવ્યો છે. ધનકક્ષ્મી બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને ESAF સ્મોલ ફાઇનાન્સ બેંકનો સમાવેશ થાય છે. તેણે ખાનગી ક્ષેત્રની ધનલક્ષ્મી બેંક પર ત્રણ નિયમો તોડવા બદલ 1.2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બેંકે નિયમિત નિયમોની વિરુદ્ધ કેટલાક વરિષ્ઠ નાગરિકોને ઊંચા વ્યાજ દરો ઓફર કર્યા ન હતા, કેટલીક થાપણો માટે PAN લીધું ન હતું અને નિયમો વિરુદ્ધ ગીરવે મૂકેલા સોનાના મૂલ્યના 75% કરતા વધુ બિન-કૃષિ હેતુઓ માટે ગોલ્ડ લોન આપી હોવાનું જાણવા મળ્યું છે.
કેન્દ્રીય બેંકે લોનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સરકારી માલિકીની પંજાબ એન્ડ સિંધ બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે ESAF સ્મોલ ફાઇનાન્સ બેંક પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રાહકનો સેવા ન આપવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.આ અગાઉ 11 જાન્યુઆરીના રોજ, આરબીઆઈએ સરકારી માલિકીની બેંક ઓફ બરોડા (B0B) પરના રૂ. 5 કરોડના દંડને માફ કરવાનો નિર્ણય લીધો હતો જે દંડ અગાઉ તેના પર લાદવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આરબીઆઈ વારંવાર નિયમોનું પાલન ન કરવા બદલ બેંકો પર દંડ ફટકારતી રહે છે. હાલમાં જ RBIએ હાલોલ અર્બન કોઓપરેટિવ બેંક પર 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.