ભરૂચમાં રેલ્વે ટ્રેક પર ફાટક ખુલ્લું રહેવાને કારણે મોટો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૪ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તરત જ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી બે લોકોની સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. દહેજ-ભરૂચ રેલ્વે ટ્રેક પર ખુલ્લી ફાટકને કારણે અકસ્માત સર્જાયો હતો. રેલ્વે ટ્રેક પર ફાટક ખુલ્લી હોવાને કારણે ECO કાર ચાલકે ફાટક ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન ટ્રેન આવી જતા કાર ટ્રેન સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં ટ્રેનની અડફેટે કારનો કુચો બોલી ગયો હતો. ઘટનામાં કારમાં સવાર 4 લોકોને ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત બન્નેને સારવાર અર્થિ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ રેલ્વેના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.