Narendr Modi એ ગુજરાતને વિકાસનું મોડલ પ્રસ્થાપિત કરવા, રાજયમાં રોજગારી અને ઉદ્યોગોનો વ્યાપ વઘારવા વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કર્યુ હતું તે પંરપરા આજે તેમના વડાપ્રધાન બન્યા પછી પણ ગુજરાતમાં અવીરત ચાલી રહી છે. અમૃતકાળમાં પ્રથમ અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન મહાત્મા મંદિર ખાતે પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે તેમજ UAE ના રાષ્ટ્પતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, રાજયના રાજયપાલ દેવવ્રત આચાર્ય, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, દેશના ટોચના ઉદ્યોગ પતિઓ, ગ્લોબલ સીઇઓ, બિઝનેસ પ્રતિનિધિમંડળ ,રાજદ્વારીઓ તેમજ વિવિધ ડેલિગેટ્સની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2024ની શુભકામના પાઠવતા સંબોધનની શરૂઆત કરી કે, અમૃતકાળમાં આ પહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઇ રહી છે. આ સમિટમાં 100થી વધુ દેશોના પ્રતિનિધીઓ આવ્યા છે તેઓ ભારતની વિકાસ યાત્રાના સહયોગી છે. હાલમાંજ ભારતની આઝાદીના 75 વર્ષ પુર્ણ થયા છે અને હવે ભારત આવનાર 25 વર્ષના લક્ષ્યને ધ્યાને રાખી કામ કરી રહ્યું છે. ભારત આઝાદીના 100 વર્ષ ઉજવશે ત્યા સુધીમાં ભારત વિકસીત થવાનું લ્ક્ષ્ય રાખ્યું છે. 25 વર્ષનો કાર્યકાળ ભારતનો અમૃતકાળ છે. નવા સંકલ્પો, અને નવી સિદ્ધીઓનો કાર્યકાળ છે.
વિદેશથી આવેલા મહેમાનોનું ભારતમાં હ્રદયથી સ્વાગત છે. યુએઇના રાષ્ટ્રપતી મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધાર્યા તે આપણા માટે આનંદની વાત છે. તેમની ઉપસ્થિતિ ભારત અને યુએઇના સબંધો દિવસને દિવસે મજબૂત થઇ રહ્યા છે તેનું પ્રતિક છે. ભારત માટે તેમનો વિશ્વાસ,સહયોગ ખૂબ છે. તેમણે જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ઇકોનોમિક ડેવલ્પમેન્ટ અને રોકાણોની સાથેની જાણકારી અને અનુભવ શેર કરવાનું ગ્લોબલ પ્લેફોર્મ બન્યું છે. આ સમિટમાં ભારત અને યુએએઇએ ફુડ પાર્સ ના વિકાસ,રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સહયોગ માટે,ઇનોવેટીવ હેલ્થ કેરના રોકાણ સહિત મહત્વના કરારો કર્યા છે. ભારત અને યુએએઇ એ સબંધોને એક નવી ઉચાંઇ મળી છે તેનો શ્રેય મોહમ્મદ બિન ઝાયેદને આપવો પડે.
PM મોદી એ મુસંબિકના પ્રેસિડેન્ટ સાથે વિસ્તારથી ઘણી વાત થઇ છે તેમના માટે ગુજરાત આવવુ એ જૂનિ યાદોને વાગોળવા જેવુ છે. ભારત માટે ગર્વની વાત છે કે જી-20ની બેઠકમાં આફ્રિકન યુનિયનને સભ્યપદ મળ્યુ છે. ભારત અને આફ્રિકા વચ્ચે સબંધો મજબૂત થયા છે. થોડાક સમય પહેલા જ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને 20 વર્ષ પુર્ણ થયા છે. પાછલા 20 વિર્ષમાં આ સમિટે નવા વિચારોને પ્લેટફોર્મ આપ્યુ છે. આ વખતે ગેટવે ટુ થ ફ્યુચર એ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ છે. 21મી સદીનું ભવિષ્ય આપણા સૌના પ્રયાસોથી ઉજવળ બનશે. ભારતે જી-20 બેઠકમાં ગ્લોબલ ફ્ચુચર માટે એક રોડ મેપ રજૂ કર્યો હતો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના એડિશનમાં આ વિઝનને આગળ લઇજવામાં આવશે. ભારત આઇટુયુટુ અને મલ્ટીલેટર ઓર્ગેનાઇઝેશન સાથે ભાગીદારીને સતત મજબૂત કરી રહ્યુ છે. એક વિશ્વ,એક પરિવાર,એક ભવિષ્યના સિંદ્ધાત વિશ્વકલ્યાણીની જરૂરિયાત છે. ભારત વિશ્વમિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યુ છે. આજે ભારતે વિશ્વને વિશ્વાસ અપાવ્યો છે કે આપણા સાથે મળીને વિશ્વકલ્યાણના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. વિશ્વકલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા,નિષ્ઠા,પ્રયાસ અને ભારતનો પરિશ્રમ આજના વિશ્વને સૌથી વધુ સુરક્ષીત અને સમૃર્ધ કરશે.
વધુમાં જણાવ્યું કે, ભારતના 1.4 બિલિયન લોકોની પ્રાથમિકતા હ્યુમન સેન્ટરિંગ ડેવલ્પમેન્ટ પર તેમની આસ્થા અને કમિટમેન્ટ છે. આજે ભારત દુનિયાની 5 મી મોટી અર્થતંત્ર છે. 10 વર્ષ પહેલા ભારત 11માં નંબર પર હતું અને આજે દુનિયાની પ્રમુખ રેટીંગ એજેન્સીનું અનુમાન છે કે ભારત થોડ ક વર્ષોમાં દુનિયાની ટોપ 3 અર્થવ્યસ્થામાં સામેલ થશે. દુનિયાને જે એનાલીસીસ કરવું હોય તે કરે મારી ગેરંટી છે કે થઇ જશે. વિશ્વ અનેક અનિશ્ચિતતાઓથી ઘેરાયેલો છે,ભારત દુનિયામાં વિશ્વ સમક્ષ એક નવું આશાનું કિરણ બન્યુ છે. ભારતની પ્રાથમિકતા સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રી,ઇન્ફ્ર્રાસ્ટ્રકચર અને મેન્યુફેકચરિંગ છે. આજે ભારતની પ્રાથમિકતા છે ન્યુ એજ સ્કિલ, એઆઇ અને ઇનોવેશન, ગ્રીન હાઇડ્રોજન,સેમિ કન્ડકટર, રિન્યુએબલ એનર્જી. આ તમામની એક ઝલક ગ્લોબલ ટ્રેડ શોમાં સૌને જોવા મળશે. આ ટ્રેડ શોને ગુજરાતની શાળા કોલેજના વિદ્યાર્થીઓ ચોક્કસ નિહાળે.
આ ક્ષેત્રમાં રોકાણ કરવા નવી નવી તકો સર્જાઇ રહી છે. પાછલા 10 વર્ષમાં ભારતે સ્ટ્રકચરલ રિફોર્મ પર ફોકસ વઘારવાનું કામ કર્યુ છે. ભારતની વિકાસયાત્રાથી સૌ જોડાય તે માટે આહવાહન કરુ છું. હું સૌને વિશ્વાસ અપાવું છું કે તામારા સ્વપ્નો મોદીનો સંકલ્પ છે. તમારા સ્વપ્ન જેટલા મોટા હશે એટલો મોટો મારો સંકલ્પ હશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ Bhupendra Patel એ વાઇબ્રન્ટ સમિટમાં પધારેલા તમામ મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું કે, વાઇબ્રન્ટ સમિટના પાયોનીયર અને આર્કિટેક આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે વાઇબ્રન્ટ સમિટને બ્રાન્ડિંગ સાથે બોન્ડિંગ ની પણ સમિટ તરીકે જણાવ્યું છે. આજ અંહી વિશાળ સંખ્યામાં મહેમાનોની ઉપસ્થિતિ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની આ વાતને ચરિતાર્થ કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભારતીય સંસ્કૃતિના વસુધૈવ કુટુંબ એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્ય ના વિચારને વિશ્વ સમક્ષ પહોંચાડયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં હાલમાં જ જી-20 બેઠક સફળતા પુર્વક સંપન્ન થઇ તે ભારતીવાસીઓ માટે એક ગૌરવપુર્ણ વાત છે.
આજે ગુજરાત વિશ્વ વેપાર, વાણીજ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે મોખરે રહ્યુ છે તે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દૂરંદેશી અને કુશળ નેતૃત્વ નું પરિણામ છે. આજે આપણે સૌ વાઇબ્રન્ટ સમિટ 2024ને સફળ બનાવવા એકત્ર થયા છીએ. 21મી સદીની શરૂઆતમાં રાજયમાં ઘણી તકલીફોને પાર પાડીને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી આશાનું એક કિરણ પ્રસ્થાપિત કર્યું. નરેન્દ્રભાઇ મોદી કહ્યુ હતું કે, ગુજરાત can અને ગુજરાત IS WILL. આજે આ સમિટ બે દશક થી સફળતા પુર્વક નોલેજ શેરીંગ અને નેટવર્કિગનું સન્માનિત મંચ તરીકે પ્રસ્થાપિત થયું છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી ગુજરાત રોકાણ માટે એક ઉત્તમ સ્થળ બન્યું છે અને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન તરીકે ગુજરાત ઉભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસી ડ્રિવન સ્ટેટ બન્યું છે.
ગુજરાતમાં ગ્લોબલ ફાઇનાન્સ એક્ટિવિટી શરૂ કરવાનું વિઝન આપ્યુ જેના કારણે આજે ગીફટ સિટી વિશ્વની અનેક ફાઇનાન્શિયલ અને ફિન્ટેક કંપનીનું હબ બન્યું છે. ધોલેરા, સાણદ, માંડલ, બેચરાજી નું ઓટો મેન્ચુફેકચરિંગ હબ વિશ્વનું સૌથી મોટુ રિન્યુઅન્લ એન્રજી પાર્ક,મેડિકલ ડિવાઇસીસ તથા સેમિકન્ટકટર ડિસ્પલે ફેબ ઉત્પાદન,ડિફેન્સ સહિતના ઘણા કાર્યો ગુજરાતે વાઇબ્રન્ટ સમિટની સફળતાથી પ્રાપ્ત કર્યા છે. આ સમિટ અમૃતકાળની પ્રથમ સમિટ છે. આ સમિટમાં મહત્વની વાત એ છે કે વાઇબ્રન્ટ સમિટમાં થનારા એમોયુના 50 ટકા એમોયુ ગ્રીન એમોયુ છે. આ સમિટ ગુજરાતના અમૃત ભવિષ્યનું રોડ મેપ તૈયાર કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસીત ભારતના સંકલ્પને સફળતા પુર્વક પુર્ણ કરવામાં ગુજરાત ગ્રોથ એન્જિનની ભૂમિકા નિભાવશે.