તાજેતરમાં બંગાળમાં ઉત્તર 24 પરગણામાં સંદેશ ખાલીમા ઇડીના અધિકારીઓ પર હુમલાની ઘટના બાદ બંગાળમાં ઇડી મોટા એકશન લઇ શકે છે. ઇડી પર હુમલાની ઘટના બાદ કેન્દ્રીય એજન્સીના નિર્દેશક રાહુલ નવીન સોમવારે રાત્રે કોલકતા પહોંચ્યા હતા. રાહુલ આજે અધિકારીઓ સાથે બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે રાશન કૌભાંડમાં ફરાર તૃણમૂલ નેતા શાહજહાં શેખને પકડવા માટે કોઇ નવો નિર્ણય લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે રાશન કૌભાંડમાં ફરાર તૃણમૂલના નેતા શાહજહાં શેખ વિરુધ્ધ લુક આઉટ નોટીસ ઇસ્યુ કરી દેવાઇ છે. સુત્રોના જણાવ્યા મુજબ ઇડી પર હુમલો કરાવનાર માસ્ટર માઇન્ડ બાંગ્લાદેશ ફરાર થઇ ગયાની આશંકા છે.દરમ્યાન કેન્દ્રીય એજન્સી ઇડીએ ઉપરોક્ત મામલે પોલીસની ભૂમિકાની કડક ટિકા કરી છે દરમ્યાન પોલીસ મહા નિર્દેશક રાજીવકુમારે કહ્યું હતું કે કાયદો તોડનારને મળશે સજા, કોઇ રાહત નહીં અપાય.