હજુ તો થોડા દિવસ પહેલા જ ઇન્ડોનેશિયામાં ભૂકંપ આવ્યો હતો, ત્યારે ફરી એકવાર અહીં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ત્યારે આ બાબતે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપેલી માહિતી અનુસાર ઈન્ડોનેશિયાના તલોદ ટાપુઓમાં 6.7ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. જો કે હજુ સુધી જાનહાનિના કોઇપણ સમાચાર નથી. ધરતીકંપના આ આંચકા 80 કિમીની ઊંડાઈએ અનુભવાયા હતા.
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ અહેવાલ મુજબ ગત સપ્તાહમાં ગુરુવારે ઇન્ડોનેશિયાના બલાઇ પુંગુટના 98 કિમી WSWની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. આ ધરતીકંપની ઉંડાઈ 221.7 કિમી નોંધાઈ હતી. આમાં પણ કોઈ જાનહાની કે જાન-માલના નુકસાનના અહેવાલ નથી.
થોડા દિવસ પહેલા 30 ડિસેમ્બરના રોજ ઈન્ડોનેશિયાના પાપુઆ વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. શનિવારે રાત્રે 10.46 કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા 6.2 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 77 કિલોમીટર નીચે હતુ. જે પછી ઈન્ડોનેશિયાના હવામાન વિભાગે કેટલાક વધુ આફ્ટરશોક્સની ચેતવણી આપી હતી.