- UAEના પ્રેસિડન્ટને આવકારવા PM મોદી એરપોર્ટ જશે
- સલામતીના કારણોસર 7 કિમીનો રોડ શો ટૂંકાયો
વાઇબ્રન્ટ ગુજરાત 2024ની તડામાર તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે PM મોદી અને UAEના રાષ્ટ્રપ્રમુખનો રોડ શો અમદાવાદમાં યોજાવાનો છે. એરપોર્ટથી ગાંધીનગર સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન રોડ-શો યોજાશે. PM મોદી અને UAE રાષ્ટ્રપ્રમુખ સાથે ગાંધીનગર આવશે. જેમાં રૂટ પર 28 જેટલા સ્ટેજ ગોઠવવામાં પણ આવ્યા છે. અલગ-અલગ રાજ્યોની ઝાંખી તૈયાર કરવામાં આવી છે. તેમાં 17 હજારથી વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ અભિવાદન ઝીલશે. ત્યારે PM મોદી પ્રોટોકોલ તોડી UAEના પ્રેસિડન્ટને આવકારશે.
UAEના પ્રેસિડન્ટને આવકારવા PM મોદી એરપોર્ટ જશે. અમદાવાદ ઍરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ-શો યોજવામાં આવશે. PM મોદી અને UAEના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ નાહ્યાનનો રોડ શો યોજાવાનો છે. તમામ રુટ પર શણગારવામા આવ્યા છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમને અનુલક્ષીને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. રસ્તાની બંને તરફ લોકો ઉભા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સલામતીના કારણોસર 7 કિમીનો રોડ શો ટૂંકાવ્યો છે. જેમાં એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધીનો જ રોડ-શો યોજાશે.