નર્મદા મુખ્ય કેનાલમાં દિન પ્રતિ દિન આપઘાતના બનાવો વધી ગયા છે ત્યારે નર્મદા કેનાલ મોતની કેનાલ સાબિત થઈ રહી છે. સતત ત્રીજા દિવસે મુખ્ય કેનાલ માં વધારે છ લોકોએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે માહિતી મુજબ દિયોદર તાલુકાના મેસરા ગામ નજીકની કેનાલના પુલ પરથી માતાએ પોતાના બે વર્ષના બાળક સાથે કેનાલમાં છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું મહિલા ભાભરના મીઠા ગામની હતી તેમજ મહિલાનું પિયર ભેમબોરડી હોવાનુ સામે આવ્યું છે
આપઘાતના સમાચાર મળતા મહિલાના પરિવાર માંથી તેના માતા અને પિતા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનીક તરવૈયાઓ અને લોકો દ્વારા નર્મદા કેનાલમાં મહિલાની શોધ ખોલ હાથ ધરાઈ છે