કેન્દ્રીય ગૃહ તેમજ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ દિયોદર સમીપે સણાદર માં આવેલ બનાસડેરી માં બનાસકાંઠા તેમજ સાબરકાંઠા જિલ્લામાં સહકારીતા પાયલોટ પ્રોજેક્ટ નો શુભારંભ કરવા આવી રહ્યા છે. સહકારનું સહકારમાં એકત્રીકરણ કરવા અંર્તગત બનાસદૂધ સંઘ અને બનાસબેંક ને એકબીજા ને સાંકળતો સહકારી પાયલોટ પ્રોજેક્ટ ને તા.૧૫ જાન્યુઆરી ના રોજ ખુલ્લો મુકવામાં આવશે.આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો, પશુપાલકો, સહકારી આગેવાનો વિશાળ સંખ્યામાં ઉમટી પડશે.
હાલે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દૂધમંડળીઓમાં દૂધ ભરાવતા મોટાભાગના પશુપાલકો ના બેંક એકાઉન્ટ બનાસબેંકમાં ખોલાવવા નું અભિયાન ચાલી રહ્યું છે. જે પૂર્ણતા ના આરે છે. સહકારી પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત હવેથી દૂધસંઘો કે દૂધમંડળીઓ તેમનું ખાતું કે થાપણો, ડિપોઝિટ બનાસબેંક માં જમા કરાવશે.
અને સહકારી અભિગમ અપનાવશે. હાલમાં ગુજરાતમાં આ પાયલોટ પ્રોજેક્ટ બનાસકાંઠા તેમજ સાબરકાંઠા માં શરૂ થઈ રહ્યો છે. અમિતભાઈ શાહ ના બનાસકાંઠા જિલ્લામાં આગમન ને લઇને બનાસડેરી, બનાસબેંક માં ભારે ધમધમાટ શરૂ થયો છે.