અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. દરમિયાન હવે મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર ભગવાન શ્રી રામનું એક મધુર ભજન શેર કર્યું છે. તેમણે ભજન ગાયક જુબીન નૌટિયાલ, લેખક મનોજ મુન્તાશીર અને સંગીતકાર પાયલ દેવની પણ પ્રશંસા કરી છે.
‘મેરે ઘર રામ આયે હૈં’ ગીતને શેર કરતા પીએમ મોદીએ લખ્યું, ‘ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર અયોધ્યાની સાથે આખો દેશ રામની ઉજવણી કરી રહ્યો છે. રામલલાની ભક્તિથી ભરપૂર જુબીન નૌટિયાલ જી, પાયલ દેવ જી અને મનોજ મુન્તાશીર જીનું આ સ્વાગત ભજન હૃદય સ્પર્શી છે.
આ પહેલા નરેન્દ્ર મોદી Narendra Modi એ અયોધ્યાના શ્રી રામ મંદિર પર આધારિત તેમના ભજન ‘જય શ્રી રામ’ માટે ગાયક હંસરાજ રઘુવંશીના વખાણ કર્યાં હતા. મોદીએ ગયા ગુરુવારે ટ્વિટર પર લખ્યું હતું કે, ‘અયોધ્યામાં ભગવાન શ્રી રામના સ્વાગતથી સમગ્ર દેશ ખુશ છે. રામલલાની ભક્તિમાં ડૂબેલા ભક્તો આ શુભ દિવસે વિવિધ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.