- દ્વારકા બોરવેલ અઢી વર્ષની બાળકી જિંદગી હારી ગયા બાદ તંત્ર સફાળું જાગ્યું
- રાજ્યમાં ખુલ્લા બોરને બંધ કરવા માટે શિક્ષણમંત્રીએ શિક્ષકોને અપીલ કરી
રાજ્યમાં ખુલ્લા બોરને બંધ કરવા માટે શિક્ષણમંત્રીએ શિક્ષકોને અપીલ કરવામાં આવી છે. જેમાં શાળા, કોલેજ, ગામમાં બિનજરૂરી ખુલ્લા બોરને બંધ કરવા શિક્ષણમંત્રી દ્વારા સૌ શિક્ષકોને અપીલ કરવામાં આવી. રાજ્યમાં ખુલ્લા બોરને બંધ કરવા શિક્ષણમંત્રીએ શિક્ષકોને અપીલ કરી છે. રાજ્યનાં શિક્ષણમંત્રી દ્વારા શિક્ષકોને સંબોધીને પત્ર પણ લખ્યો છે. જેમાં શિક્ષણ મંત્રી દ્વારા બિનઉપયોગી ખુલ્લા બોર બંધ કરવાનું કામ ગુરૂજનો ઉપાડે. તેમજ એક અઠવાડિયા સુધી સંવેદનાં સાથે આ કામ કરો તેવી અપીલ સાથે જણાવવામાં આવ્યું છે.
આ બાબતે વધુમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને અપીલ કરી હતી કે, દિવસ-રાત કાર્યશીલ તંત્રની સજાગતા છતાં ખુલ્લા બોરવેલમાં બાળક પડી જવાની ઘટનાનાં પગલે આપ સૌ ગુરુજનોને મારી વિનંતિ છે કે, ગુજરાત રાજયના અઢાર હજાર ગામડાઓ, એની શાળાઓ, કોલેજો, ગામના પરિસર કે ખુલ્લી જગ્યાઓમાં બિનઉપયોગી આવા બોર ખોળી કાઢી, એને બંધ કરવાનું આ કામ સૌ ગુરુજનો ઉપાડી લ્યો.
એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ આપ કરો એવી મારી સૌને લાગણીભરી વિનંતિ છે. જે ગુરુજનો આવા સેવાના વ્યક્તિગત કામ કરશે, તેઓને હું વંદન સાથે અભિનંદન પત્ર મોકલીશ તથા ટેલીફોનિક કે રૂબરૂ અભિનંદન પણ પાઠવીશ. આપને આ સામાન્ય લાગતા, પણ બહુ મોટાં પુણ્યકાર્ય માટે, હું આજ્ઞા સ્વરૂપે નહી, પણ એક માનવીય અને સંવેદનાપૂર્ણ સેવાયજ્ઞ કરવા માટે આગ્રહપૂર્વક અનુરોધ કરી રહ્યો છું.
હાલ થોડા સમય પહેલા જ દ્વારકાનાં કલ્પાણપુર તાલુકાનાં રાણા ગામે 100 ફૂટ ઉંડા બોરવેલમાં 30 ફૂટે અઢી વર્ષની બાળકી ફસાઈ હતી. હતી. ત્યારે આ દુર્ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા બાળકીને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરી હતી. લાંબા સમય બાદ બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવામાં તો આવી હતી. જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પર હાજર ર્ડાક્ટરે બાળકીને મૃત જાહેર કરતા પરિવારજનો તેમજ વહીવટી તંત્રમાં ગમગીની છવાઈ ગઈ હતી.