Corona Update : દેશ માં કોરોના ના કેસો ફરી થી એક વાર વધી રહ્યા છે. આજે 5 જાન્યુઆરી સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ બુલેટિન મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 761 કોરોના દર્દીઓ નોંધાયા છે જ્યારે 12 લોકોના મોત થયા છે. હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 4334 થઈ છે. જ્યાંરે કેરળ રાજ્યમાં કોરોનાને કારણે સૌથી વધુ 5 લોકોના મોત થયા છે, કર્ણાટકમાં 4 કોવિડ લક્ષણો ધરાવતા લોકોના મોત થયા છે. અને મહારાષ્ટ્રમાં 2 અને ઉત્તરપ્રદેશમાં 1 વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે.
કોરોનાના સતત વધી રહેલા કેસોને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારો ચિંતિત છે. કોઈપણ પ્રકારની ઈમરજન્સીને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આવી જાહેરાતો કરવામાં આવે રહી છે ત્યારે સાથે સાથે સરકાર ના વિવિધ મહોત્સવો પણ ચાલી રહ્યા છે.
ગુજરાત માં નરેન્દ્ર મોદી નો ડ્રીમ પ્રોજેક્ટ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 નું આયોજન કરાયું છે જેમાં દેશ વિદેશ થી વિવિધ મહેમાનો પધારશે અને વિવિધ રંગારંગ કાર્યક્રમો પણ યોજાશે સાથે સાથે જ મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે UAE પ્રેસિડેન્ટ નો અમદાવાદ એરપોર્ટ થી સાબરમતી આશ્રમ સુધી રોડ શો યોજાશે. ત્યારે 9 જાન્યુઆરીએ યોજાનાર રોડ શો માં હજારો ની જનમેદની ઉમટશે.
કોરોના ની સૌથી ખતરનાક સ્થિતિ કર્ણાટકમાં છે, આ રાજ્યમાં કોરોનાના 298 નવા કેસ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 4 લોકોના મોતના સમાચાર પણ છે.
કોરોનાના વધતા કેસો અંગે કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું છે
કોવિડ કેસોની સંખ્યામાં વધારો થવાને કારણે અને JN.1 પેટા પ્રકારની શોધને કારણે, કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત દેખરેખ રાખવા સૂચના આપી છે. સાથે જ, કોરોનાના ફેલાવાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સમયાંતરે નવી માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ તમામ માર્ગદર્શિકાઓનું કડકપણે પાલન કરવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. તો ગુજરાત માં પણ કોરોના ના કેસ વધી રહ્યા છે. અમદાવાદમાં આજે કોરોનાના વધુ 7 કેસ નોંધાયા:
જેની સાથે અમદાવાદ માં એક્ટિવ કેસની સંખ્યા 57 પહોંચી:
શહેરના નવરંગપુરા, સરખેજ, ભાઈપુરા, હાટકેશ્વર, જોધપુરમાં 6 મહિલા સહિત 1 પુરૂષ કોરોના સંક્રમિત થયા, શહેરમાં 57 પૈકી 55 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ, 8 દર્દીઓ સાજા થયા, બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ આમ ગુજરાત માં કોરોના ના કેસ વધી રહ્યા છે અને કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે. હવે જોવાનું રહે કે જનતા કેટલી સાવચેતી રાખી શકે છે