હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટ નવા ફેરફારો સાથે ટૂંક સમયમાં ભારતીય બજારમાં આવવા જઈ રહી છે. વર્તમાન મોડલની સરખામણીમાં આ વાહનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો સાથે લાવવામાં આવી રહી છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા ટીઝરમાં જોવા મળે છે કે તેમાં ઘણા નવા ફીચર્સ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, હ્યુન્ડાઈએ આ વાહન માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. ચાલો તેના વિશે જાણીએ.
Hyundai Creta Facelift માટે બુકિંગ શરૂ
દક્ષિણ કોરિયાની વાહન નિર્માતા હ્યુન્ડાઈ આ વાહનને 16 જાન્યુઆરીએ ભારતીય બજારમાં લોન્ચ કરશે. પરંતુ તે પહેલા કંપનીએ આ માટે બુકિંગ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કંપની આ આગામી વાહનના 7 વેરિઅન્ટ્સ માટે બુકિંગ સ્વીકારી રહી છે.
આમાં, કંપની E, EX, S, S(O), SX, SX(Tech), SX(O) વેરિયન્ટ્સ લાવશે. વાહનને 6 મોનો ટોન અને એક ડ્યુઅલ ટોન એક્સટીરીયર કલર વિકલ્પો સાથે ઓફર કરવામાં આવશે.
બુકિંગની રકમ 25,000 હજાર રૂપિયા છે
Hyundai Creta ફેસલિફ્ટ માટે બુકિંગની રકમ 25,000 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો કંપનીની સાઈટ પર જઈને તેનું બુકિંગ કરી શકે છે અને કંપનીની ડીલરશીપ પર તેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.
હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટ ઈન્ટિરિયર
Hyundaiના આવનારા વાહનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. વર્તમાન મોડલની સરખામણીમાં વાહનનું ઈન્ટિરિયર ઘણું પ્રીમિયમ બની ગયું છે. તેમાં પહેલા કરતા મોટી અને વધુ આકર્ષક ફ્રન્ટ ગ્રીલ હશે. LED હેડલેમ્પનો લુક એકદમ શાર્પ બની ગયો છે, જેને વર્ટિકલી પોઝિશન કરવામાં આવી છે.
કાર એન્જિન
આ વાહન 1.5 લિટર કપ્પા ટર્બોચાર્જ્ડ GDI પેટ્રોલ એન્જિન સાથે ઓફર કરવામાં આવશે. આ આવનારી SUVને ત્રણ એન્જિન વિકલ્પો અને 4 અલગ અલગ ટ્રાન્સમિશન સાથે ઓફર કરવામાં આવશે.