- વિભાગીય નાયબ નિયામકએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રળોલના મમતા સેશનની મુલાકાત કરી ઉપસ્થિત સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપ્યું
અમદાવાદ વિભાગીય નાયબ નિયામક ડૉ. સતિષ કે.મકવાણાએ આજરોજ લીંબડી તાલુકાના રળોલ ગામે આરોગ્ય વિષયક કામગીરી બાબતે સમીક્ષા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન વિભાગીય નાયબ નિયામકશ્રીએ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સંપૂર્ણપણે લાભાર્થીઓ સુધી તેમજ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના આદિમ જૂથો સુધી પહોંચે તેવા હેતુથી શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM-JANMAN) હેઠળ Particularly Vulnerable Tribal Groups (PVTG) વસ્તીના પઢાર સમુદાયના તમામ વ્યક્તિઓ માટે આયુષ્યમાન (PMJAY) કાર્ડ, આભા કાર્ડ, ટીબી, બી.પી., ડાયાબિટીસ રોગોની તપાસ અને નિદાન વિશે તેમજ પ્રધાનમંત્રી માતૃ વંદના કાર્યક્રમની સમીક્ષા કરી હતી.
વધુમાં તેમણે PM-JANMAN અંતર્ગત આદિવાસી વસાહતોમાં વસવાટ કરતા લોકો યોજનાના લાભોથી વંચિત ન રહે તે માટે કુટુંબોની નોંધણી કરવામાં આવે, PVTG લાભાર્થીઓ કે જેમની પાસે આધાર કાર્ડ છે પરંતુ આયુષ્માન કાર્ડ નથી તે લાભાર્થીઓ માટે આયુષ્માન કાર્ડ નોંધણી કેમ્પનું આયોજન કરવું, પઢાર સમુદાયને આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ મળી રહે તે માટે આરોગ્ય ટીમ દ્વારા આયોજન કરી યોજનાનો લાભ અપાવવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનો કર્યા હતા. PVTG પરિવારો અને રહેઠાણોને આવરી લઈને તમામને આયુષ્માન કાર્ડ મળે અને ૧૦૦% સેચ્યુરેશન થાય તે માટે અનુરોધ પણ કર્યો હતો.
આ ઉપરાંત તેમણે રલોળ ગામના સરપંચ, આગેવાનો અને લાભાર્થીઓ સાથે મિટિંગ કરી યોજનાના લાભ લેવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રળોલના મમતા સેશનની મુલાકાત કરી હતી.
આ મુલાકાતમાં તેમણે ઉપસ્થિત આશાવર્કર, એફ.એચ.ડબલ્યુ, એમ.પી.એચ.ડબલ્યુ અને લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય, ઈ–કેવાયસી, પી.એમ.વી.વાય, એચ.બી.એન.સી., રસીકરણ સીડયુઅલ, ટેબ કેલ્શીયમનાં ફાયદા, ટેબ આઈ.એફ.એ.નાં ફાયદા, એચ.બી., આલબ્ઝમીન તપાસ વિશે જરૂરી માહિતી પૂરી પાડી માર્ગદર્શન આપ્યું હતું એમ વધુમાં યાદીમાં જણાવ્યું છે.