દેશમાં એક દિવસ પહેલા કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 602 લોકોને કોરોના થયો છે. મંગળવારે JN.1ના 312 કેસ નોંધાયા હતા. કોરોનાનું આ નવું સ્વરૂપ 10 રાજ્યોમાં ફેલાયું છે. તેના મોટાભાગના કેસ કેરળમાંથી નોંધાયા છે. કેરળમાં મંગળવારે JN.1 ના 147 કેસ નોંધાયા હતા. તમને જણાવી દઈએ કે ગોવામાં 51, ગુજરાતમાં 34, મહારાષ્ટ્રમાંથી 26, તમિલનાડુમાંથી 22, દિલ્હીમાંથી 16, કર્ણાટકમાંથી 8, રાજસ્થાનમાંથી 5, તેલંગાણામાંથી 2 અને ઓડિશામાંથી એક કેસ નોંધાયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ -19 ના 602 નવા કેસ નોંધાયા છે, જ્યારે પાંચ લોકોના મોત થયા છે. દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની કુલ સંખ્યા 4,440 પર પહોંચી ગઈ છે. મંગળવારે ભારતમાં કોરોનાના 573 કેસ નોંધાયા હતા. કોરોનાની સાથે સાથે દેશમાં તેના સબ-વેરિઅન્ટ JN.1ના કેસ સતત વધી રહ્યા છે.