- બરફનો નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો
- 21 ડિસેમ્બરથી કાશ્મીરમાં 40 દિવસની તીવ્ર ઠંડીનો સમયગાળો
કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. અને લઘુત્તમ તાપમાન -13 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. તેમજ નદીઓ અને સરોવરોનાં પાણી બરફમાં ફેરવાયા બાદ આ નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે કાશ્મીર ખીણમાં શીત લહેર આગળ વધતાં, લઘુત્તમ તાપમાન નીચું ગયું છે. અને નદીઓ, તળાવો અને ઝરણાંઓ પણ થીજી ગયા છે. ખીણમાં ઠંડી એટલી હદે ત્રાટકી છે કે શ્રીનગરમાં તાપમાન -13 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. તાપમાન આટલું ઓછું થવાને કારણે તળાવો, નદીઓ અને ધોધ પર બરફનું જાડું પડ ફેલાઈ ગયું છે. ગુલમર્ગના દ્રાંગમાં વહેતો ધોધ પણ બરફમાં ફેરવાઈ ગયો છે. પહાડોની નીચેથી વહેતી નદી પણ સંપૂર્ણપણે થીજી ગઈ છે.
તીવ્ર ઠંડીના મોજાને કારણે નદીઓ અને સરોવરોનાં પાણી બરફમાં ફેરવાયા બાદ જોવા મળતો આ નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં મહત્તમ હિમવર્ષા અને ઠંડી પડે છે અને અહીંનું તાપમાન -15 થી -20 ડિગ્રી સુધી પણ જાય છે જેના કારણે ધોધ સંપૂર્ણપણે થીજી જાય છે.
તેમણે કહ્યું કે આ જ કારણ છે કે અહીં આવતા પ્રવાસીઓ તેને જોઈને આશ્ચર્ય અને ખુશ થઈ જાય છે. દ્રાંગના લોકોનું માનવું છે કે અહીં જેટલી વધુ હિમવર્ષા થશે એટલા વધુ પ્રવાસીઓ અહીં આવશે. તેમણે કહ્યું કે તેથી જ અમે હંમેશા પ્રાર્થના કરીએ છીએ કે અહીં વધુ હિમવર્ષા થાય જેથી વધુ પ્રવાસીઓ અહીં આવે.
તમને જણાવી દઈએ કે કાશ્મીરમાં આ દિવસોમાં તીવ્ર ઠંડીનું મોજું ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે 21 ડિસેમ્બરથી કાશ્મીરમાં 40 દિવસની તીવ્ર ઠંડીનો સમયગાળો શરૂ થયો છે, જેને ‘ચિલ્લાઇ કલાન’ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન, કાશ્મીરના મોટાભાગના વિસ્તારો બરફથી ઢંકાઈ જાય છે અને નદીઓથી લઈને સરોવરો સુધી પાણી થીજી જાય છે.