ગુજરાતમાં ફરી એકવાર કોરોના નું સંક્રમણ ધીમી ગતિએ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 એક્ટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે નવા કેસ નોંધાતા હવે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 48 થઇ ગઈ છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં આઠ દર્દીઓએ કોરોનાને માત પણ આપી છે.
નવા આઠ કેસ સામે આવતા અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા છેલ્લા 24 કલાકમાં વધીને 48 સુધી પહોચી ગઈ છે. કોરોનાથી સંક્રમિત સૌથી વધુ કેસો અમદાવાદના નવરંગપુરા, બોડકદેવ, મણીનગર, વટવા, પાલડીમાંથી સામે આવી રહ્યા છે અને આ નવા સામે આવેલા આઠ કેસો માંથી બે ની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે તેમાંથી એક દર્દી આણંદ તો એક દર્દીની વિસનગરની ટ્રાવેલ હિસ્ટ્રી છે