- નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું
- વર્ષ 2014માં દેશમાં ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા 6 કરોડ હતી
- 2030 સુધીમાં દેશમાં 25 થી 30 કરોડ મુસાફરો ઉડ્ડયન સેવાઓનો ઉપયોગ કરશે
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું કહ્યું છે કે દેશના ઉડ્ડયન ક્ષેત્રની પહોંચ શક્ય તેટલા સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી Narendra Modi તરફથી સ્પષ્ટ સૂચના છે. આગામી દિવસોમાં આ કામને વધુ વેગ પણ મળશે. તેમણે કહ્યું કે પીએમ મોદીના સ્પષ્ટ નિર્દેશ છે કે આ ક્ષેત્ર સમાજના મર્યાદિત વર્ગ સુધી મર્યાદિત ન રહે.
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું છે કે દેશના ઉડ્ડયન ક્ષેત્રની પહોંચ શક્ય તેટલા સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી સ્પષ્ટ સૂચના છે. આગામી દિવસોમાં આ કામને વધુ વેગ મળશે. એક ખાનગી ચેનલના સંવાદદાતા સાથેની વિશેષ વાતચીતમાં તેમણે કહ્યું કે આગામી સામાન્ય ચૂંટણી પહેલા ઓછામાં ઓછા 14 શહેરોમાં નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાંથી પાંચ ઉત્તર પ્રદેશમાં હશે. સિંધિયાએ ઉડ્ડયન ક્ષેત્રમાં સરકારની ભાવિ નીતિઓ વિશે વિગતવાર વાતચીત કરી હતી.
પીએમ મોદીના આ સંદર્ભમાં સ્પષ્ટ નિર્દેશ છે કે આ ક્ષેત્ર સમાજના મર્યાદિત વર્ગ પાસે ન હોવું જોઈએ, પરંતુ તે શક્ય તેટલી સામાન્ય જનતા માટે સુલભ હોવું જોઈએ. અમે આ દિશામાં જ કામ કરી રહ્યા છીએ. વર્ષ 2014માં દેશમાં ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા 6 કરોડ હતી જે કોરોના મહામારી પહેલા 14.5 કરોડ પર પહોંચી ગઈ હતી. આ વર્ષે અમે 15 કરોડ મુસાફરોની સંખ્યાને પાર કરીશું. મધ્યમ અને નાના કદના શહેરોને હવાઈ માર્ગે જોડવાની યોજના હેઠળ 76 એરપોર્ટ પર હવાઈ સેવા શરૂ કરવામાં આવી હતી. દરભંગા, દેવઘર, કુશીનગર જેવા ડઝનબંધ એરપોર્ટ આજે સામાન્ય લોકોને દેશ અને દુનિયા સાથે જોડી રહ્યા છે. દેશમાં પેસેન્જર એરક્રાફ્ટની સંખ્યા 400 થી વધીને 700 થઈ ગઈ છે. અમારું અનુમાન છે કે વર્ષ 2030 સુધીમાં દેશમાં 25 થી 30 કરોડ મુસાફરો ઉડ્ડયન સેવાઓનો ઉપયોગ કરશે.