પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો. ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ‘‘દિશા’’ ની બેઠક યોજાઇ હતી. દિશા અંતર્ગત આવરી લેવાયેલ ભારત સરકારની ૬૭ જેટલી યોજનાઓની વર્ષ-૨૦૨૩-૨૪ના નવેમ્બર- ૨૦૨૩ અંતિત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, માનવીય અભિગમ રાખી કેન્દ્ર અને રાજય સરકારશ્રીની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડીએ. તેમણે કહ્યું કે, લોકહિત – વિકાસના કામોમાં જતું ન કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની યોજનાઓનો લાભ વંચિત અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને મળે તેની તકેદારી રાખી સાચી દિશામાં અમલીકરણ કરવા અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે નલ સે જલ યોજના, ઘેર ઘેર શૌચાલય, વંચિત લાભાર્થીઓને નવા રાશન કાર્ડ અને અન્નનો પુરવઠો આપવા, શાળાઓની ભૌતિક સુવિધાઓ વધારવા, વૃક્ષારોપણ, સર્વ શિક્ષા અભિયાન, માતૃવંદના યોજના સહિતની યોજનાઓમાં વધુ સારું કામ કરવાના આગ્રહ સાથે લક્ષ્યાંકો પૂર્ણ કરવા સૂચના આપી હતી. મિટિંગ અંતર્ગત સાંસદશ્રીએ વાંધા અરજીઓના નિકાલ બાબતે તેમજ વિકસિત ભારત યોજનાના મોનીટરીંગ થકી વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લઇ શકે એવું કામ કરવા તાકીદ કરી હતી.
જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલે ખાતેદાર ખેડૂતોને ” આત્મા “માં જોડવા તેમજ ઘેર ઘેર શૌચાલય યોજનામાં બાકી રહી ગયેલા લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ અંતર્ગત લાભ આપવા સૂચના આપી હતી.
બેઠકમાં વાવના ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોરે ડાયમંડ ઉદ્યોગમાં મહિલા કારીગરો માટે તાલીમની વ્યવસ્થા અને રોજગારી માટેની રજૂઆત કરી હતી. જેના જવાબમાં કલેકટરશ્રીએ આ દિશામાં આર.સેટી અને આઈ.ટી. આઈ. સાથે સંકલન કરી વ્યવસ્થા કરવા અંગેની ખાતરી આપી હતી. જ્યારે ડીસાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીએ મહિલાઓને જોબવર્ક મળી રહે એ માટે એમ્પ્લોયમેન્ટ હાઉસની સુવિધા ઉભી કરવા અંગે રજુઆત કરી હતી.
બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લો.યમેન્ટ ગેરન્ટી સ્કીમ (મનરેગા), દિન દયાલ અંત્યોદય યોજના, દિન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ), સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ), શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબીલીટી પેન્શન સ્કીમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન), સ્વચ્છ ભારત મિશન (અર્બન), સ્માર્ટ સીટી મિશન, અટલ મિશન ફોર રેજુવેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત), નેશનલ રૂરલ ડ્રિન્કીંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, ડીજીટલ ઇન્ડીયા લેન્ડ રેકોર્ડસ મોર્ડનલાઈઝેશન પ્રોગ્રામ, દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, ઈન્ટ્રીગ્રેટેડ પાવર ડેવલોપમેન્ટ સ્કીમ, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, ઈન્ટ્રીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસસ, મીડ ડે મિલ સ્કીમ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ઇમ્પલીમેન્ટેશન ઓફ નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, ડીજીટલ ઇન્ડીયા (પબ્લિક ઇન્ટરનેટ અકસેસ પ્રોગ્રામ), નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા, પ્રધાનમંત્રી ખાણ ખનીજ કલ્યાણ યોજના, નોન લેપ્સેબલ કેંન્દ્રિય પુલ રિસોર્સ યોજના, સુગમ્ય ભારત અભિયાન, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, ઇ-નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હર ખેત કો પાની, કમાન્ડ એરિયા ડેવલોપમેન્ટ એન્ડ વોટર મેનેજમેન્ટ પ્રોગ્રામ, એસલેરેટેડ ઇરિગીશન બેનિફિટ પ્રોગ્રામ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી પ્રોગ્રામ, બેટી બચાવો બેટી પઢાવો સહિત વિવિધ યોજનાઓના કરવામાં આવેલ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. આઇ. શેખે વિવિધ વિભાગના વિકાસકીય કામો અને વિગતો રજૂ કરી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લા અમલીકરણ સમિતિના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.