- ૧૩ જેટલા મુસાફરોને ગુના જીલ્લા હોસ્પિટલ ખાતે ખસેડાયા
મધ્યપ્રદેશના ગુના જીલ્લામાં ભયંકર અક્સ્સામત સર્જાયો. જેમાં 7 લોકો બસમાં જ સળગી ગયા. અને ૧૬ લોકો દાઝી ગયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતું કે જે 7 લોકો આગથી સળગી ગયા હતા. આ અકસ્માતમા બસ ડ્રાઈવરનું પણ મૃત્યુ થયું છે. પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ડ્રાઈવર અને કંડકટર દારૂના નશામાં હતા અને દાઝી ગયેલા ૧૩ જેટલા મુસાફરોને ગુના જીલ્લા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
આ અકસ્માતમા મળતી માહિતી અનુસાર બુધવારે બસ ગુનાથી હારોન તરફ આશરે ૮.30 ના અરસામાં જઇ રહી હતી અને સામેથી આવતા ડમ્પર સાથે બસ ટકરાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો બસ ડમ્પર વચ્ચે અથડામણ થતા જ બસ પલટી ખાઈ ગઈ હતી અને બસમાં આગ લાગી હતી ગુના એસ.પી વિજય કુમારે જણાવ્યું હતું કે બસમાં આશરે 30 જેટલા મુસાફરો સવાર હતા.
અકસ્માતની જાણ થતા જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને આગને કાબુ મેળવવા આશરે બેથી અઢી કલાકનો સમય લાગ્યો હતો બસમાંથી કુલ ૧૩ જેટલા શવો મળી આવ્યા હતા જેમાંથી 7 થી ૮ મૃતદેહો એક બીજા સાથે ચોટી ગયા હતા અને જયારે ફાયરના જવાનો મૃતદેહો બહાર કાઢી રહ્યા હતા ત્યારે મૃતદેહોના અંગો પણ અલગ થઇ ગયા હતા મૃતદેહો એવી રીતે સળગી ગયા હતા કે પરિવારના સભ્યો પોતાના પરિવારના વ્યક્તિને પણ ન ઓળખી શકે તેમ ન હતું.
બસ અને ડમ્પર ટકરાતા અકસમાત સર્જાયો હતો એક સાક્ષીએ જણાવ્યું હતું કે ડમ્પર ડ્રાઈવર ખીણમાં નીચે ઉતારી રહ્યો હતો અને કાબુ ગુમાવતા ડમ્પર સીધું બસ સાથે અથડાયો હતો પરંતુ મુસાફરોએ જણાવ્યું હતું કે અકસ્માત થયા પછી એક કલાક સુધી કોઈ મદદ માટે આવું ન હતું જેના કારણે વધુ લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા.