મહેસાણાના ખાવડ ગામ પાસેની કેનાલમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહને ચાદરમાં લપેટાયેલો જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને લાશની તપાસ શરુ કરી હતી અને તપાસમાં મૃતદેહ મહિલાનો હોવાનું ખુલ્યું છે. કેનાલમાં લાશ પર ચાદર લપેટેલી હોવાથી પોલીસને હત્યા કરાઈ આશંકા સેવાઈ રહી છે. આમ મોતના કારણજાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરુ કરી છે. તપાસમાં મહિલા ગર્ભવતી હોવાનું સામે આવ્યુ હતુ. આમ મહિલાની હત્યા કરાઈ હતી કે, આત્મ હત્યા એ સવાલના જવાબને સ્પષ્ટ કરવા માટે પ્રયાસ હાથ ધરાયો છે. સાથે જ મહિલાની ઓળખ કરવા માટે પણ તપાસ શરુ કરી હતી.