રાજ્યમાં હાર્ટફેલના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા મહિનામાં લોકોએ હાર્ટફેલથી પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે આણંદમાં એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. બાલાસિનોરના આ વિદ્યાર્થીની ઓળખ પીયૂષ ચૌહાણ તરીકે થઈ છે. અન્ય વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાલાસિનોરના વડદલા ગામનો યુવક પિયુષ ચૌહાણ વલ્લભવિદ્યાનગરની કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતો હતો. ગત રોજ તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પરંતું સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યુ હતું. 19 વર્ષીય પિયુષ ચૌહાણના મોતથી સમગ્ર હોસ્ટલમાં ડરનો માહોલ ફેલાયો છે. અકાળે યુવાનનું મોત નિપજતા પરિવારમાં પણ આક્રંદ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાર્ટફેલના કિસ્સામાં સતત વધારો જોતા આરોગ્ય તંત્ર પણ ચિંતિત અને મુંઝવણમાં છે.