અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે છેલ્લા એક મહિનાથી સરખેજ, ચિકુનીવાડી સહિતના વિસ્તારોમાં કપિરાજોએ ભારે ઉપદ્રવ મચાવ્યો છે. નાના બાળકો સહિત લોકો પણ બહાર નીકળતા ડરી રહ્યા છે. હાથમાં લાકડીઓ, ધોકા રાખીને બાળકોને શાળાએ લેવા-મૂકવા જવાની ફરજ વાલીઓને પડી છે. હવે પ્રશ્ન એ થાય છે કે ક્યારે આ કપિરાજને વનવિભાગ પાંજરે પુરે છે?
તો બીજી તરફ આ મામલે વનવિભાગને પણ સતત ફરિયાદ કરી હોવા છત્તાં તંત્રે કોઈપણ પગલાં લીધા નથી, લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, કપિરાજોએ અંદાજીત 30 લોકો પર હુમલો કર્યો છે, જેમાં કેટલાકને બચકા પણ ભર્યાની ઘટના સામે આવી છે.
બીજી તરફ મહેસાણાના ધરમપુર ગામમાં કપિરાજનો આતંક જોવા મળ્યો હતો. કપિરાજના હુમલા કરવાને લઈ ગામના લોકો માટે મુશ્કેલી સર્જાઈ છે.ગામમાં 2 લોકોને કપિરાજે બચકાં ભરવાને લઈ ગામના લોકોને હવે ઘરની બહાર નિકળવુ પણ જાણે કે મુશ્કેલ બન્યુ છે.