દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં સ્થિત બરડા ડુંગર વિસ્તારમાં ગઈકાલે સોમવારે પોલીસે જુદા-જુદા સ્થળોએ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડાઓ પાડી, વ્યાપક પ્રમાણમાં દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ભાણવડના PSI એમ.આર. સવસેટાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂ સામે હાથ ધરવામાં આવેલા કોમ્બિંગમાં હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા તથા વિપુલભાઈ હેરભાને મળેલી ચોક્કસ બાતમીના આધારે બરડા વિસ્તારમાં આવેલી નેસ – ઝર ખાતેથી પોલીસે ધામણીનેશ વિસ્તારના રહીશ જયેશ કારા રબારી દ્વારા દારૂની ભઠ્ઠી ચલાવી, અહીં રાખવામાં આવેલો 3,000 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, 120 લીટર દેશી દારૂ, સહિત કુલ રૂપિયા 8400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.