ગુજરાતમાં ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. 1થી 5 જાન્યુઆરી દરમિયાન ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે કમોસમી વરસાદ આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. તો હવે સ્થિતિ એ છે કે જો આવનારા સમયમાં કમોસમી વરસાદ પડ્યો તો સૌથી વધુ કફોડી સ્થિતિ જગતના તાતની થઈ શકે છે. જોકે અંબાલાલ પટેલનું કહેવું છે કે વરસાદ બાદની આ ઠંડીનું જોર આખો જાન્યુઆરી સુધી રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ,બોટાદ, છોટાઉદેપુર, ખેડા, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ બનાસકાંઠા, દાહોદ, પાટણ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
તેમજ અમરેલી,ભરુચ, જામનગર, જુનાગઢ, નર્મદા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો ભાવનગર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાનની શક્યતા છે. 2024 માં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર, નવા વર્ષના પ્રારંભમાં જ વાતાવરણમાં મોટો પલટો આવશે.