Kankariya Karnival Ahmedabad News: કાંકરિયા કાર્નિવલમાં 25 મીથી 31 સુધી જુદા જુદા સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમો યોજાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ સાથે ફ્લાવર શો અને પુસ્તક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યુ. 30 મી ડિસેમ્બરથી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો યોજાશે.
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામા આવ્યું છે. કાંકરિયા કાર્નિવલમાં 25 મીથી 31 સુધી જુદા જુદા સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમો યોજાશે. જેમાં યુનેસ્કો દ્વારા સન્માનિત ગુજરાતના હેરીટેજ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં કડકડતી ઠંડીમાં મેળાવડાની મોસમ પણ જામી છે. આજથી નાગરિકોનાં પ્રિય એવા કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો અને પુસ્તક મેળાનુ આયોજન પણ અમદાવાદ મ્યુનિ. દ્વારા કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમો આજથી 25થી 31 ડિસેમ્બર સુધીમાં યોજાશે. અને આ કાર્યક્રમો વિકસિત ભારત થીમ આધારિત રહેશે. આ સાથે નાગરિકો અહીં કાંકરિયા લેકફ્રન્ટમાં વિવિધ ગેમ્સ, એક્ટિવિટી, ફૂડ સ્ટોલની મુલાકાત લઇ નાગરિકો અને બાળકો આનંદ અનુભવશે.
જયારે 30 મી ડિસેમ્બરથી પર્યાવરણપ્રેમી અને ગાર્ડનીંગનાં શોખીન નાગરિકો માટે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો નુ આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં અનેક પ્રકારનાં ફૂલછોડ ના પ્રકાર જોવા મળશે. તેમાં ખાસ કરીને નવુ સંસદભવન, વડનગરનુ તોરણ, વિક્રમ લેન્ડર(ચંદ્રયાન-૩), સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોઢેરાનુ સૂર્યમંદિર સહિતનાં ખ્યાતનામ સ્થળોનાં સ્કલ્પ્ચર પણ આકર્ષણ જમાવશે.
આ ફ્લાવર શો 30 મી ડિસેમ્બરથી 15 મી જાન્યુઆરી સુધી ચાલશે. ફૂલછોડનાં વેચાણ માટે ખાનગી નર્સરીના સ્ટોલ, જંતુનાશક દવા, ખાતર-બિયારણનાં સ્ટોલ, ગાર્ડનીંગ માટેનાં ઓજાર સહિતની ચીજવસ્તુનાં સ્ટોલ પણ નાગરિકોને ઉપયોગી સાબિત થશે.
આ ઉપરાંત અમદાવાદ નેશનલ બુક ફેર નું આયોજન કરવામાં આવ્યું છે. સાક્ષર અને વાચનનાં શોખીન નાગરિકો માટે 6 જાન્યુઆરીથી 12 મી જાન્યુઆરી સુધી ગુજરાત યુનિવર્સિટિ ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ નેશનલ બુક ફેરનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં દેશભરનાં પ્રકાશકો ઉત્સાહભેર ભાગ લઈ શકે છે.