Deodar News: દીઓદર માર્કેટ સમિતિમાં ચોરી સાત દુકાનોના તાળા તુટ્યાં….. લાખ્ખો ની ચોરી…
દિયોદર માકૅટ માં અવરજવર સહિતના તમામ હક્કો આપી દીધેલ હોઇ માકૅટ ની સલામતી નો પ્રશ્ર્નો કાયમી રહેવા પામશે.?
દીઓદર કોટડા રોડ ઉપર આવેલ નવીન માર્કેટયાર્ડમાં ગતરાત્રી દરમ્યાન એકજ રાતમાં સાત-સાત દુકાનોના તાળાં તોડી લાખ્ખો ની ચોરી કરી નિશાચોરો એ પોલીસ ને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
ગત રાત્રી દરમ્યાન દીઓદર નવી માર્કેટયાર્ડમાં આવેલ શિવ ટ્રેડર્સ, ગાયત્રી ટ્રેડીંગ, યોગેશ્વર ટ્રેડર્સ, વાંકલ ટ્રેડર્સ, દોશી શાંતિલાલ રીખવચંદ, વિવેક ટ્રેડર્સ, સુંધાટ્રેડર્સ નામની સાત દુકાનોનાં શટરના નકુચા તોડી અંદર પ્રવેશેલ. અને નાની મોટી ચોરી કરી અંધકારનો લાભ લઈ નાસી છુટેલ છે.
જેમાં શીવ ટ્રેડર્સ નામની દુકાનમાં ઉપર માળે દુકાનનું તાળું તોડી તીજોરી માંથી પડેલ રોકડ રકમ રૂા.૧,૮૫,૦૦૦/- ની ચોરી થયા અંગેની ફરિયાદ પેઢીના માલીક નારણભાઈ શીવાભાઈ ભુરીયા એ દીઓદર પોલીસ મથકે નોધાવેલ છે.
જોકે કહેવાય છે કે દિયોદર પોલીસ દ્વારા કરવામાં આવતી પજવણી ઓથી ભાગીને બાકીના ઓએ પોલીસ ફરિયાદ ન નોંધાવતા પોલીસે રાહતનો દમ અનુભવેલ.
દિયોદર માકૅટ માં થયેલ ચોરીના સમાચાર મળતાં માર્કેટ સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ તરકે આવી વેપારીઓને મળી દીઓદર પોલીસ ને જાણ કરતાં પોલીસ માર્કેટયાર્ડમાં દોડી આવેલ.અને ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરેલ.
દિયોદર માકૅટ સમિતિ માં આવેલ સીસીટીવી કેમેરામાં બે ઇસમો ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.બે જ ચોર હોય આને સાત જેટલી માકૅટ ની દુકાન માં હાથ અજમાવી લાખ્ખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં કેટલો સમય વિતાવ્યો હશે…? આટલો સમય સિક્યુરિટી ક્યા તાલમાં ગરબા રમી રહી હશે કે શું…?
આ અંગે માકૅટ ના પૂર્વ ચેરમેન શીવાભાઈ ભુરીયા એ જણાવ્યું કે અમારી દુકાન તોડી ને ચોરી કરી છે. અમે ફરિયાદ નોંધાવી છે.દિયોદર માકૅટ માં સિક્યુરિટી ગાર્ડ છે , સીસીટીવી કેમેરા ગોઠવેલા છેછતાંય ચોરોએ હાથ અજમાવ્યો છે..દુકાનોના, તિજોરી ના લોક તોડ્યા છે આની તપાસ થવી જોઈએ.
ચેરમેન ઇશ્ર્વરભાઇ તરકે જણાવ્યું કે અમે પોલીસને ઉંડી તપાસ હાથ ધરી ચોર ને પકડી ભેદ ઉકેલવા વિનંતી કરી છે.
કહેવાય છે કે દિયોદર માકૅટ સમિતિ માં હાલે ચેરમેન અને ડિરેક્ટરો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સૌ વેતરણમાં પડ્યા છે જેનો લાભ ચોરોએ ઉઠાવી હાથ અજમાવ્યો છે.
આમેય દિયોદર માકૅટ નું નવિનીકરણ થયેલ ત્યારે પણ પાછળ આવેલી જગ્યા નો અવરજવર સહિતના તમામ હક્કો આપી દીધેલ હોઇ માકૅટ ની સલામતી નો પ્રશ્ર્નો કાયમી રહેવા પામશે.