- 18 કેબિનેટ મંત્રી, 6 સ્વતંત્ર પ્રભારી અને 4 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા
- સોમવારે બપોરે રાજભવનમાં નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો
મધ્યપ્રદેશના 28 ધારાસભ્યો ભાજપ સરકારની કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા. સોમવારે રાજભવન ખાતે રાજ્યપાલ દ્વારા તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. જેમાં 18 કેબિનેટ મંત્રી, 6 સ્વતંત્ર પ્રભારી અને 4 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. આ દરમિયાન સીએમ મોહન યાદવ સહિત ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
ભાજપ સરકારની કેબિનેટમાં સામેલ 28 ધારાસભ્યોમાંથી 17 આવા ધારાસભ્યો છે. કે જેમને પ્રથમ વખત કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.
કેબિનેટમાં ઓબીસી વર્ગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ કેબિનેટમાં 12 ધારાસભ્યો છે કે જેઓ ઓબીસી કેટેગરીમાંથી આવે છે. તેમને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.
સોમવારે બપોરે 3.30 કલાકે રાજભવનમાં નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલે એક પછી એક તમામ ધારાસભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. જોકે કયો વિભાગ કોને મળશે તે હજુ નક્કી થયું નથી. પરંતુ હવે આ મંત્રીઓને વિવિધ વિભાગોની જવાબદારી સોંપવામાં આવશે તે નિશ્ચિત છે.