Deodar News: બનાસકાંઠા જિલ્લાના દિયોદર મધ્યે આવેલા દિયોદર માર્કેટ યાર્ડ ના રાજકીય ગતિવિધિઓ ની ચર્ચા ગુજરાત માં ચાલી રહી છે.
દિયોદર માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન ઈશ્વરભાઈ તરક ને ભાજપ પ્રદેશ દ્વારા રાજીનામું આપવાની મૌખિક માહિતી આપવામાં આવી છે આવી માહિતી બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાસ્પદ બનતા રાજકીય ગતિવિધ્યો તે જ બની.
મળતી માહિતી મુજબ દિયોદર માર્કેટ સમિતિના વર્તમાન ચેરમેન ઇશ્વરભાઇ તરફ દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કક્ષાએ દિયોદર માર્કેટ સમિતિના ડિરેક્ટરોમાં પોતાનું વર્ચસ્વ હોવાનું તેમજ પોતે બહુમતી ધરાવતા હોવાનું જણાવતા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કક્ષાએથી એક પ્રતિનિધિ મંડળ ટુંક સમયમાં દિયોદર માર્કેટ સમિતિની મુલાકાતે આવનાર આવવાનું જાણવા મળ્યું છે
ઇશ્વરલાલ નું કિસ્મત…ક્રિસમસ ના હવાલે..
દિયોદર માકૅટ સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ તરક ને ભાજપના સંગઠન દ્વારા ચેરમેન તરીકે રાજીનામું આપી દેવા સુચના આપવામાં આવી છે. ત્યારે પોતે ડિરેક્ટર ઓમાં બહુમતી ધરાવતા હોવાની પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવતાં.
ભાજપ પ્રદેશ માંથી ઉપપ્રમુખ અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી જયંતીભાઈ કાવડિયા તથા બનાસકાંઠા જીલ્લા ના સંગઠનના હોદ્દેદારો ક્રિસમસ નાતાલના દિવસે દિયોદર માર્કેટ સમિતિની મુલાકાત લેશે.
તેમજ ભાજપનું આ પ્રતિનિધિ મંડળ દિયોદર આરામગૃહ ખાતે દિયોદર માર્કેટ સમિતિના ભાજપના સભ્યો નું સેન્સસ લેશે.
શું ઈશ્વરલાલ આ એસિડ ટેસ્ટ પાસ કરી શકશે ?
દિયોદર માકૅટ સમિતિ માં હાલે ભાજપ સમર્પિત ૧૦ સભ્યો છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય, પૂર્વ ચેરમેન શિવાભાઈ ભુરીયા ની પેનલના ૬ સભ્યો છે. આ છ પૈકી એક સદસ્ય ભાજપ સાથે જોડાયેલા છે. જ્યારે એક સભ્ય વતૅમાન ચેરમેન સાથે મનદુઃખ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે.
માકૅટ સમિતિના એક ડિરેક્ટર કોટડા (દિયોદર) ગ્રામ પંચાયતના સદસ્ય જોગાભાઇ દેસાઈ છે.
જોકે કહેવાય છે કે તેઓ દિયોદર માર્કેટ સમિતિના વર્તમાન ચેરમેન ના વફાદાર છે
જેને લઈને વર્તમાન ચેરમેન ઈશ્વરભાઈ ના દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ તેમજ સંગઠન સાથે ચાલી રહેલા ગજગ્રાહ માં તેમનો ભોગ લેવાયો અને તાત્કાલિક ધોરણે ઠરાવથી તેમને બદલી દેવામાં આવેલ છે.
આમ હવે જોવાનું રહ્યું કે ચેરમેન ઇશ્વરલાલ માર્કેટ સમિતિના ડિરેક્ટરો ને મનાવી તેમની ખુરશી બચાવવા માં સફળતા મેળવે છે અને સંગઠન સામે ટક્કર ઝીલી લે છે કે રાજીનામું ધરી દે છે
આમ ઇશ્વરલાલ ને નાતાલ ફળે છે કે દઝાડે છે તે જોવાનું રહેશે.
Deodar APMC : દીઓદર માર્કેટ સમિતિમાં ભુકંપ. ભાજપ સંગઠન દ્વારા આદેશ