Ahirani Maharas News : ગુજરાતની આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર કૃષ્ણનગરી દ્વારકા ખાતે આજે દેશભરની આહીરાણીઓ દ્વારા ઇતિહાસ સર્જવામાં આવ્યો છે.
ભગવાન શ્રીકૃષ્ણની આ પાવન ધરા ખાતે આજે ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. 23 અને 24 ડિસેમ્બરે કૃષ્ણની નગરી દ્વારકામાં આવેલા નંદધામ પરિસરમાં 1.50 લાખથી વધુ આહિર સમુદાયની ઉપસ્થિતિમાં 37000 જેટલી આહિરાણી દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરવા સાથે આ મહારાસે એક વિશ્વરેકોર્ડ બનાવ્યો
અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના ઉપક્રમે આ મહારાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 100 વીઘા ગ્રાઉન્ડમાં 62 લેયર વાળા ગોળ રાઉન્ડમાં 37000 ઉપરાંત બહેનો એક સાથે પરંપરાગત વસ્ત્રોમાં રાસ રમી હતી.
અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના દ્વારા આયોજિત આ મહા ઉત્સવમાં જોડાવા માટે સૌરાષ્ટ્ર સહિતની આહિરાણીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને જુદા જુદા 24 જિલ્લાઓની આહીરાણીઓ આ મહારાસમાં જલ લઈ આવી હતી અને રાસ કરી સમાજના વાડા ભેદને દૂર કર્યો હતો.
આહિર સમુદાયની 37000 જેટલી આહિરાણી દ્વારા મહારાસ
મહારાસ પૂર્વે આહીરાણીઓ દ્વારા શ્રીકૃષ્ણ તથા દૈવીતત્વોનું આહ્વાન કરાયું હતું. નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસ આયોજિત કરવામાં આવ્યો છે જે એક વિશ્વરેકોર્ડ બન્યો છે.